જાન્યુઆરીમાં ફુગાવાનો દર 12 મહિના પહેલાની સરખામણીમાં વધીને 7.5 ટકા થયો
અબતક, નવી દિલ્હી :
કોરોનામાં આડેધડ કરવામાં આવેલી સહાયને કારણે અમેરિકામાં ફુગાવો ઐતિહાસિક સ્તરે પહોચ્યો છે. જાન્યુઆરીમાં ફુગાવાનો દર 12 મહિના પહેલાની સરખામણીમાં વધીને 7.5 ટકા થયો છે. ચાર દાયકામાં આ મોંઘવારીનો સર્વોચ્ચ સ્તર છે.
અમેરિકામાં મોંઘવારીનો દર રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. યુએસમાં જાન્યુઆરીમાં ફુગાવાનો દર 12 મહિના પહેલાની સરખામણીમાં વધીને 7.5 ટકા થયો છે. ચાર દાયકામાં આ મોંઘવારીનો સર્વોચ્ચ સ્તર છે. વર્ષ-દર-વર્ષના વધારાનો આ આંકડો અગાઉ ફેબ્રુઆરી 1982માં જોવા મળ્યો હતો. સરકારના જણાવ્યા અનુસાર, ભાડું, વીજળી અને ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાને કારણે મોંઘવારી દરમાં વધારો થયો છે. ફુગાવાના નવા આંકડાઓને કારણે, બજારમાં એવી આશંકા છે કે ફેડરલ રિઝર્વ આગામી મહિનાની પોલિસી સમીક્ષામાં દરોમાં લગભગ અડધા ટકાનો વધારો કરી શકે છે. સરકાર આગાહી કરી રહી છે કે ટૂંક સમયમાં જ મોંઘવારી દરમાં નરમાઈ આવી શકે છે.
યુએસમાં જાન્યુઆરીમાં ફુગાવાનો દર 12 મહિના પહેલાની સરખામણીમાં વધીને 7.5 ટકા થયો છે. ચાર દાયકામાં આ મોંઘવારીનો સર્વોચ્ચ સ્તર છે. યુ.એસ.માં ફુગાવાથી ગ્રાહકો પરેશાન છે, વેતન વૃદ્ધિને અસર થઈ રહી છે અને કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે કડક નિર્ણયો લેવા પડશે. શ્રમ વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે પાછલા 12 મહિનાની સરખામણીએ ગયા મહિને ઉપભોક્તા કિંમતોમાં વધારો 7.5 ટકાએ પહોંચ્યો હતો. ફેબ્રુઆરી 1982 પછી વાર્ષિક વૃદ્ધિનું આ સર્વોચ્ચ સ્તર છે. પુરવઠા અને કામદારોની અછત, વધુ ફેડરલ સહાય, અતિ-નીચા વ્યાજ દરો અને મજબૂત ગ્રાહક ખર્ચને કારણે ફુગાવો છેલ્લા વર્ષમાં ઝડપથી વધ્યો છે. ડિસેમ્બર અને જાન્યુઆરી વચ્ચેનો ફુગાવો 0.6 ટકા હતો, જે અગાઉના મહિના જેટલો જ હતો અને અર્થશાસ્ત્રીઓની અપેક્ષા કરતાં તે વધુ હતો. ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન કિંમતોમાં 0.7 ટકા અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન 0.9 ટકાનો વધારો થયો હતો. મીડિયા અહેવાલો અનુસાર, ઉચ્ચ ફુગાવાના કારણે અર્થવ્યવસ્થામાં ઝડપી રિકવરીની અસર ઓછી થઈ છે અને સરકાર ફુગાવાને અંકુશમાં લેવા માટે વધુ નીતિઓ બનાવી શકે છે. જેમાં ચાવીરૂપ દરોમાં વધારા જેવા પગલાનો સમાવેશ થઈ શકે છે.