યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો, વ્યાજ દર 28 વર્ષની ટોચે પહોંચ્યો
યુએસ ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો છે. આ વધારા બાદ વ્યાજદર 1994 પછીની ટોચે પહોંચ્યો છે. ફેડરલ રિઝર્વે ફુગાવાને કાબૂમાં લેવા માટે આ નિર્ણય લીધો છે. આ નિર્ણયની અસર લાખો અમેરિકન બિઝનેસ અને પરિવારોને થશે. યુએસમાં ઘર, કાર અને અન્ય પ્રકારની લોન માટે ઉધાર ખર્ચ વધશે. બીજી તરફ ઇવો પણ પ્રશ્ન સર્જાયો છે કે શું મંદીની સુનામી આવી રહી છે?
યુએસમાં જાહેર કરાયેલા આંકડા અનુસાર યુએસ ફુગાવો ચાર દાયકાની ટોચે પહોંચી ગયો છે. અમેરિકામાં મે મહિનામાં મોંઘવારી દર 8.6 ટકા પર પહોંચી ગયો છે. યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં વધારાને કારણે ભારતીય ચલણ પર સંકટ વધુ ઘેરી બન્યું છે. વ્યાજદરમાં વધારાને કારણે ડોલર મજબૂત થશે, પરંતુ તેના કારણે રૂપિયો વધુ ગગડી શકે છે. ફેડરલ રિઝર્વ બેંકના વર્તમાન અધ્યક્ષ જેરોમ પોવેલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અમને લાગ્યું કે આ બેઠકમાં મજબૂત પગલાં લેવાની જરૂર છે, અને અમે તે જ કર્યું.” ફુગાવાને ફેડરલ લક્ષ્ય દર પર પાછા લાવવા માટે કેન્દ્રીય બેંકની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો છે. પોવેલે જણાવ્યું હતું કે આર્થિક વૃદ્ધિ ધીમી પડતાં બેરોજગારીનો દર થોડો વધારે હોઈ શકે છે. આ નિર્ણય પછી, બેન્ચમાર્ક ટૂંકા ગાળાના દરમાં વધારો થશે, જે ઘણા ગ્રાહકો, વ્યવસાય અને લોન ધારકોને અસર કરી શકે છે. રેટિંગ ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ તેના બેન્ચમાર્ક ફંડ રેટ લેવલને 1.5 ટકાથી 1.75 ટકાની રેન્જમાં લાવવાનું નક્કી કર્યું, જે માર્ચ 2020માં કોવિડ રોગચાળાની શરૂઆત પહેલાંનું ઉચ્ચતમ સ્તર હતું.
નોંધપાત્ર રીતે, ફેડરલ અધિકારીઓએ આ વર્ષે અને આગામી વર્ષે બેરોજગારી વધવાની આગાહી કરી છે, જે 2024 માં 4.1 ટકા સુધી પહોંચી શકે છે. કેટલાક અર્થશાસ્ત્રીઓના મતે આ સ્તરે મંદીનું જોખમ રહેશે. જેરોમ પોવેલે વ્યાજદરમાં વધુ વધારો કરવાનો સંકેત આપ્યો છે.
પોવેલે જણાવ્યું હતું કે, “અમે હવે મંદીને પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા નથી, પરંતુ અમે 2 ટકા ફુગાવો હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.” વ્યાજદરમાં વધારાથી ડોલર મજબૂત થશે. મધ્યસત્ર ચૂંટણી પહેલા મતદારો માટે મોંઘવારી ચિંતાનો વિષય બની ગઈ છે. અર્થવ્યવસ્થા પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ ખરાબ થઈ ગયો છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ જો બિડેનનું અપ્રુવલ રેટિંગ નબળું પડ્યું છે અને નવેમ્બરમાં ડેમોક્રેટિક નુકસાનની સંભાવના પણ વધી છે.
શેરબજારમાં તેજીનો ટોન
ભારતીય શેર બજારમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો હતો સેન્સેકસ અને નિફટી ઉછાળા સાથે ખૂલ્યા હતા. બૂલીયન બજારમાં પણ તેજી રહેવા પામી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયામાં થોડી મજબૂતાય રહી છે. સેન્સેકસ 276 પોઈન્ટના ઉછાળા 52822 પોઈન્ટ પર અને નિફટી 69 પોઈન્ટના ઉછાળા સાથે 15058 પોઈન્ટ પર કામકાજ કરી રહી છે. બેંક નિફટી અને નિફટી મીડકેપ ઈન્ડેકસમાં પણ તેજી જોવા મળી રહી છે.