ગત ડિસેમ્બરમાં પણ થઈ’તી આવી જ હાલત

ડિસેમ્બર સુધી ભાવ ઉંચા રહેશે; ભાવ બાંધણું કરવા માંગ

પડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી હોય તેમ ઘઉંના ભાવ રૂ..૬૦ના કિલો એટલે કે મણના રૂ.૧૨૦૦ થઈ ગયા છે. આવી જ હાલત ડિસેમ્બર સુધી રહેવાની નિષ્ણાંતો વ્યકત કરી રહ્યા છે. પાક હવે રશિયાથી ઘઉં મંગાવવાની શરૂઆત કરી છે. પાકના અખબારોમાં પ્રસિધ્ધ અહેવાલ મુજબ ગત ડિસેમ્બરમાં પણ આવી જ હાલત હતી તે હવે થઈ છે. આવી સ્થિતિ હજુ ડિસેમ્બર સુધી ચાલુ રહેવાની નિષ્ણાંતો ની ધારણા છે.

ઘઉંના ભાવમાં તીવ્ર વધારા બાદ અનાજ એસોસીએશને સરકાર પાસે ફંડની માંગણી કરી છે.

એસો.એ જણાવ્યું છે કે અમને સમયસર ફંડ આપવામાં આવશે તો જ સમયસર પાક ઉત્પાદન લઈ શકાશે અને ભાવ ઘટાડી શકાશે જો કે હાલતો કેન્દ્ર સરકાર કે પ્રાંતની સરકાર તરફથી ફંડ આપવા અંગેનો કોઈ નિર્ણય લેવાયો નથી. હવે પાક. રશિયાથી ઘઉંની ખેપ મગાવી છે. અને આ માસમાં રશિયાથી ૨ લાખ મેટ્રીક ટન અનાજ આવી પહોચવાની શકયતા છે.

પાક.વડાપ્રધાન ઈમરાનખાન ને હવે રોટલીની જેમ ઘઉં, ખાંડ અને ચીકનના ભાવ બાંધણાની માંગ થઈ રહી છે.

બીજ માટે ખેડૂતોની પડાપડી

બીજી તરફ પાક.માં બીજ માટે પણ પડાપડી થઈ રહી છે. ખેડૂતો અને બીજ કોર્પોરેશને સરકારને ૨૪ કલાકમાં ઘઉંના ભાવ નકકી કરી લેવા ચીમકી આપવામાં આવી છે.

જો કે ગત વર્ષની સરખામણીએ મોંઘવારીનો દર ઓછો છે પણ નિષ્ણાંતો કહે છે કે આગામી સમયમાં વધવાની શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.