સફરજનના કિલોના ભાવ 240થી 300ના કિલો, ચીકુ 160, પપૈયાના 50 કિલો અને દાડમ 160 નારંગી સહિતના ફળો થયા મોંઘા
શાકભાજી બાદ હવે ફળો પણ લોકોના ખિસ્સા પર ભાર પાડી રહ્યા છે. છૂટક બજારમાં ફળોના ભાવમાં તોતિંગ વધારો થયો છે. એક તરફ તહેવારો અને વ્રત ઉત્સવના મહિના ચાલી રહ્યા છે અને બીજી તરફ ફળ આહાર કરવું લોકોના ખિસ્સાને પોસાય તેમ નથી. અન્ય રાજ્યોમાં મેઘતાંડવે વેરેલા વિનાશથી ભાવ આસમાને પહોંચી ગયા છે. ફળના ભાવોમાં થયેલો ધરખમ વધારો જોઇ મીઠા ફળ પણ જાણે ખાટા થઇ ગયા હોય તેવો તાલ સર્જાયો છે. તહેવારો સમયે મોંઘા થયેલા ફળોના કારણે હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
ભારે ભારે વરસાદને કારણે ઠેર ઠેર રોગચાળો ફાટીનીકળ્યો છે ત્યારે રોગીઓ માટે શક્તિ દાયક અને નિરોગી ને રોગથી દૂર કરનાર ફળોના ભાવોમાં વધારો થવાથી મૂંઝાઈ રહ્યો છે સફરજનના ભાવ 240 થી 300 ના કિલો તેમજ ચીકુ 160 પપૈયાના 50 કિલો અને દાડમ 160 નારંગી 100થી 150 ની કિલો રાસબરી 240 અને પેરુ 200 કિલો સુધીના ભાવે બજારમાં હાલ મળી રહ્યું છે પણ મોંઘા થયા છે. (તસવીર: શૈલેષ વાડોલિયા)