મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી !!!
સરકારે મોંઘવારીને રોકવા ઘઉંના નિકાસ ઉપર પ્રતિબંધ લાદ્યો !!!
હાલના સાંપ્રત સમયમાં વિશ્વ આખું હચમચી ઉઠયું છે અને રસ્તા યુક્રેનની યુદ્ધની સ્થિતિ વધારે દરેક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે તેમાં પણ જ્યારે અનાજ ની વાત કરવામાં આવે તો વિશ્વના અનેક દેશો ભારત સાથે વ્યાપારિક કરાર કરી ઘઉંના વિકાસ માટે સતત વાતચીત ચાલુ છે પરંતુ એક તરફ સરકાર ને નિકાસ કર્યા બાદ વિદેશી હૂંડિયામણ મળવાની જે આશા હતી તેના ઉપર જાણે માર પડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મૂળ વાત એ છે કે ઘઉંના ભાવ સ્થાનિક સ્તર ઉપર વધવાના કારણે સરકારે ઘઉંના નિકાસ ઉપર પ્રતિબંધ લાદવાનો તાત્કાલિક નિર્ણય લીધો છે જેથી સરકારનો લક્ષ્યાંક એ છે કે ફુગાવા અને મોંઘવારીનો માર આવનારા સમયમાં લોકો ઉપર અને જગતના તાત એટલે કે ખેડૂત ઉપર ન પડે તેને ધ્યાને લઈને આ મહત્વ પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
તથા દ્વારા ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ ઉપર જે રીતે આપવામાં આવતા હતા તેનાથી ખાનગી પ્લેયરો દ્વારા ભાવ વધારવામાં આવતાં હાલ વિતરણ વ્યવસ્થા ઉપર અસર પહોંચી છે અને જે સંગ્રહ કરવો જોઈએ તેમાં પણ અછત જોવા મળી રહી છે આ સ્થિતિને થાળે પાડવા માટે સરકાર દ્વારા ઘઉંના નિકાસ ઉપર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર વિશ્વમાં ભારત બીજા નંબરનો દેશ છે કે જે ઘઉંનું ઉત્પાદન ખૂબ જ બમ્પર માત્રામાં કરતો હોય છે પરંતુ હાલની સ્થિતિએ જો વાત કરવામાં આવે તો સ્થાનિક ભાવોને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.
બીજી તરફ જે ઘઉંના શિપમેન્ટ વિકાસ અર્થે મોકલવામાં આવ્યા છે અથવા તો જેને લેટર્સ ઓફ ક્રેડીટ આપી દેવામાં આવ્યા છે તેમના માટે ખાસ પરવાનગી સરકાર દ્વારા અપાય છે કે તેઓ ઘઉંની નિકાસ શુચારુરૂપથી અને સરળતાથી કરી શકશે. બીજી તરફ જે દેશોએ સરકારના નિર્ણય પૂર્વે જ ભારત સાથે ઘઉંની આયાત કરવા માટે જે કરાર કરેલા છે તેમને પણ યોગ્ય સમયે ઘઉં મળી રહેશે પરંતુ આગામી સમયમાં જે કોઈ નિકાસ ઘઉંની નિકાસ કરવામાં આવશે તો તેમને સરકાર દ્વારા પરવાનગી અપાશે નહીં. કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે પૂરતો જથ્થો ઘઉંનો ન હોવાના કારણે આવનારા સમયમાં કોઈ અછત સર્જાય તેને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર અને વાણિજ્ય મંત્રાલય દ્વારા ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ લાદવામાં આવેલો છે. આ સ્થિતિ આગામી થોડા દિવસો સુધી યથાવત રહે તો નવાઈ નહીં.
તેલીબીયાનું ભારતમાં ઉત્પાદન કરવું જરૂરી
ઇન્ડોનેશિયા દ્વારા પામ તેલ પર બેનર લગાવવામાં આવતા સમગ્ર ભારત દેશમાં તેની અછત સતત જોવા મળી રહી છે એટલું જ નહીં ખાદ્યતેલના ભાવ પણ બમણા થઈ ગયેલા છે ત્યારે એપ્રિલ માસની જો વાત કરવામાં આવે તો ખાદ્યતેલની આયાતમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. ભારત પ્રતિવર્ષ ઇન્ડોનેશિયા સહિતના દેશો પાસેથી 6 થી 6.5 લાખ ટન તેલની આયાત કરી રહ્યું છે. ઓકે સૌથી મોટો પ્રશ્ન સામે આવી રહ્યો છે કે જો ઇન્ડોનેશિયા પામતેલ ઉપરનો બેન્ડ પાછો નહીં હટાવે તો ભારતમાં ખાદ્યતેલની તળાજા સર્જાઇ શકે છે ત્યારે આવનારા સમયમાં પણ આ સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ભારતે તેલીબીયા નો ઉત્પાદન શરૂ કરવું પડશે અને અન્ય દેશો પર જે આયાતને નિર્ભરતા છે તેને ઘટાડવી પડશે.