- જામનગર: અનંત અંબાણીની પદયાત્રાનો પાંચમો દિવસ
- અનંત અંબાણી દરરોજ 20 કિલોમીટર પગપાળા ચાલે છે
- ભગવાન દ્વારકાધીશ મને શક્તિ આપે છે: અનંત અંબાણી
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો દીકરો અનંત અંબાણી ફરી એક વખત ચર્ચામાં છે. ત્યારે અનંત અંબાણી પદયાત્રા કરી દ્વારકા જઈ રહ્યા છે. જેમાં અનંત અંબાણી દરરોજ10-11 કિ.મી કિલોમીટર પગપાળા ચાલે છે. ત્યારે ભગવાન દ્વારકાધીશ મને શક્તિ આપે છે તેવું અનંત અંબાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત દ્વારકાધીશ બધાના માલિક છે તેવું પણ કહ્યું હતું.
View this post on Instagram
રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે પાંચમો દિવસ છે. પાંચ દિવસમાં તેઓ 50 કિલોમીટર જેટલું અંતર કાપીને સોનરડી ગામના પાટિયા સુધી પહોંચ્યા છે. પદયાત્રાના પાંચમાં દિવસે અનંત અંબાણીને જૈન ધર્મના રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ મૂકવા આવ્યા હતા. આ ઉપરાંત અનંત અંબાણી 10 એપ્રિલના રોજ દ્વારકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરશે. તેમજ અનંત અંબાણીએ જણાવ્યું હતું કે,આ દ્વારકાવાળો બધાનું ભલું કરશે અને મારું પણ ભલું એ જ કરવાનો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણી જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની ‘પદયાત્રા’ કરી રહ્યાં છે. જે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આ પદયાત્રા જામનગરમાં અમારા ઘરથી દ્વારકા સુધીની છે. છેલ્લા 5 દિવસથી ચાલી રહ્યા છે અને અમે બીજા 2-4 દિવસમાં પહોંચી જઈશું. મારી પદયાત્રા ચાલુ છે. ભગવાન દ્વારકાધીશ આપણને આશીર્વાદ આપે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, હું યુવાનોને કહેવા માંગુ છું કે ભગવાન દ્વારકાધીશમાં શ્રદ્ધા રાખો અને કોઈપણ કાર્ય કરતા પહેલા ભગવાન દ્વારકાધીશને યાદ કરો, તે કાર્ય ચોક્કસપણે કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે અને જ્યારે ભગવાન હાજર હોય છે, ત્યારે ચિંતા કરવાની કોઈ વાત નથી.
હાઇવે પર મરઘીની ગાડી જોતાં જ અનંત અંબાણીએ અટકાવી અને પદયાત્રાના પાંચમા દિવસે એક જબરદસ્ત દ્રશ્ય જોવા મળ્યું હતું. અનંત અંબાણી પદયાત્રા કરતા હતા ત્યારે તે દરમિયાન રસ્તા પરથી એક મરઘીની ગાડી જતી હતી, જે અનંત અંબાણીને ધ્યાને આવતાં તરત જ તેમણે તેમના સ્ટાફને કહીને આ ગાડી રોકાવી હતી. ત્યારબાદ ગાડીના માલિક અને ડ્રાઇવર સાથે વાત કરીને 250 જેટલાં પક્ષીઓને કતલખાને જતાં બચાવ્યાં હતાં. તેમજ રૂપિયા આપી મરઘીઓને મુક્ત કરાવી અનંત અંબાણીએ ગાડીના માલિક અને ડ્રાઇવ સાથે વાત કરીને પક્ષીઓની રકમના જેટલા રૂપિયા થતા હતા તેનાથી બમણા રૂપિયા આપીને અબોલ પક્ષીઓને છોડાવી અને સ્વતંત્ર રીતે કુદરતી વાતાવરણમાં છૂટાં મૂકવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેઓએ પગપાળા યાત્રામાં બે મરઘીઓ હાથમાં લઈને જય દ્વારકાધીશના નાદ સાથે પગપાળા યાત્રા કરી હતી. આમ તેમણે યાત્રાના પાંચમા દિવસે જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
અનંત અંબાણીની દરરોજ સતત 10-11 કિ.મી.ની પદયાત્રા
અનંત અંબાણી રોજ જ્યાં પદયાત્રા પૂરી કરે ત્યાંથી વનતારા પરત ફરે છે અને બીજા દિવસે ત્યાંથી યાત્રા શરૂ કરે છે. જેઓ રાત્રે ત્રણ વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ચાલે છે. જેમાં અંદાજિત 10-11 કિલોમીટર જેટલું અંતર કાપે છે. અનંત અંબાણી યાત્રા શરૂ કરે ને પૂરી કરે એ દરમિયાન વચ્ચે કોઇ આરામ કરતા નથી, સતત ચાલ્યા જ કરે છે. અનંત અંબાણી મોડી રાત્રે પગપાળા યાત્રા શરૂ કરે છે ત્યારે જામનગરથી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો એમની ઝલક જોવા માટે પદયાત્રાના રૂટ પર કલાકો સુધી રાહ જોતા રહે છે. પગપાળા ચાલતાં ચાલતા અનંત અંબાણી સામાન્ય માણસની જેમ લોકોને મળે છે.
વડીલો, બાળકો તેમજ લોકો ‘જય દ્વારકાધીશ..જય દ્વારકાધીશ’નો નાદ બોલે છે. અનંત અંબાણી પગપાળા યાત્રા કરતી વખતે બાળકો તેમજ અન્ય લોકોને પ્રસાદી રૂપે નાસ્તો અને ચોકલેટ સહિતની વસ્તુઓ આપે છે. વડીલો તેમનાં દુખણાં લઈને આશીર્વાદ આપતા હોય એવા દૃશ્યો જોવા મળે છે.