રાજકોટમાં કાંમાંધો બન્યાં કામાતુર !!
હવસખોરે ટ્યુશન ક્લાસીસમાં મૂકી જવાનું કહી અવાવરૂ સ્થળે લઈ જઈ વિદ્યાર્થિની સાથે દુષ્કૃત્યનો કર્યો પ્રયાસ
રાજકોટમાં કાંમાંધો બન્યા કામાતુર હોઈ તેમ સતત ચોથા દિવસે હજમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં શહેરમાં રહેતી સગીરાને બાલાજી હોલ ખાતે રહેતા વિધર્મી શખ્સે ટ્યુશન ક્લાસીસમાં મૂકી જવાનું કહી નરાધમે સગીરાને અવાવરુ સ્થળે લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા આ બનાવની જાણ સગીરાના પરિવારજનોને થતા તેને માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં વિધર્મી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
વિગતો મુજબ સોશિયલ મીડિયાના વાયરલ વાયરસથી યુવાધન અલગ રવાડે ચડી રહ્યું જોઈ તેમ જધન્ય કૃત્યો થવા પામ્યા છે.ત્યારે રાજકોટમાં સતત ત્રીજા દિવસે ચોંકાવનારી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.જેમાં શહેરમાં રહેતી અને ધો-11 માં અભ્યાસ કરતી સગીરાને બાલાજી હોલ પાસે રહેતા આરિશ અલ્તાફ કુરેશી નામના શખ્સે ટ્યુશન ક્લાસમાં પોતાની બાઈક પર મૂકી જવનું કહી બાઈક પ્ર કોઈ અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા .
બાદ આ બનાવની જાણ સગીરાના પિતાને થતા તેના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી બાદ તેઓએ માલવયા નગર પોલીસ સ્ટેશનમાં બાલાજી પાસે ધોળકિયા સ્કૂલની સામે રહેતા આરિસ અલ્તાફ કુરેશી નામના શખ્સ વિરુદ્ધ એસ્ટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે આરોપી તેની પુત્રીને ટ્યુશન ક્લાસીસમાં મુકવા માટે લઈ જવાનો કહી પોતાના બાઈક પર બેસાડી અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી માલવયા નગર પોલીસ સ્ટેશનને હાલ આરીસ કુરેશીની શોધખોળ હાથ ધરી છે.ઊલેખનિય છે કે,રાજકોટમાં સતત ચોથા દિવસે આ રીતનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.