ડાયપર દ્વારા બેક્ટેરીયા બચાવશે શિશુનું જીવન તાજેતરમાં અનેક બાળકો કુપોશષણ અને અન્ય કારણે નબળા સ્વાસ્થ્યને લઇ મોતને ભેટતા હોવાનો દર વધ્યો છે. ત્યારે સંશોધનમાં આ દર ઘટવા માટે વિશેષ બેક્ટેરીયાવાળા ડાયપરના ઉપયોગથી બાળકના સ્વાસ્થ્યને વધારવાનો નુસખો અજમાવાયી છે.
નબળા સ્વાસ્થ્યને લીધે પાંચ વર્ષથી નીચેની વયના છ લાખ બાળકો ભારતમાં મૃત્યુ પામે છે. તંદુરસ્ત બાળક હોય તેવા ડાયપરમાંથી પ્રોબાયોટિક વાયસને ઉપાડીને સંશોધનકારો નબળુ સ્વાસ્થ્ય ધરાવતા શિશુને આપવામાં આવશે તો વિશ્ર્વના કુલ ૧ કરોડ ૬૦ લાખ શિશુને ફાયદો થશે.
નેબ્રસ્કાચાઇલ્ડ હેલ્થ મેડીકલ રિસર્ચ સંસ્થા સાથે સંકળાયેલ એક તબીબનું કહેવુ છે કે તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતા શિશુના ડાયપરમાંથી લેવામાં આવેલ પ્રોબાયોટીક બેક્ટેરીયા બીમાર શિશુના શરીરમાં યોગ્ય રીતે મેચ થાય તે અગત્યનું બને છે.
બીમારીમાં એન્ટીબાયોટિક્સ બાળકના શરીરમાં જે રીતે ઝડપી અસર કરે છે. તે જ પ્રમાણે પ્રોબાયોટિક્સ બેક્ટેરીયાની અસર થાય તે જરુરી છે.
ડોક્ટર લો. ટોબીઆસના જણાવ્યા અનુસાર આ પ્રકારના સંશોધન વિશે કોઇ જાણકારી નથી પરંતુ સામાન્ય રીતે પ્રોબાયોટીક બેક્ટેરીયા સપ્લીમેન્ટનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને નુકશાન કર્તા વિષાણુથી શરીરને બચાવી શકાય છે. આ બેક્ટેરીયાના ઉપયોગથી કઇ રીતે આંતરડાની દિવાલને મજબુત બનાવશે તથા શરીરને નુકશાનકર્તા બેક્ટેરીયાને લોહીમાં ભણતા અટકાળી શકે છે. તે જોવાનું રહ્યુ. પ્રોબાયોટીક બેક્ટેરીયાની સારવાર થકી શિશુ મરણને અટકાવવુ શક્ય બનશે.