અમરેલી પંથકમાં હત્યા, હત્યાની કોશિષ અને ગુજસીટોક સહિત ગુનામાં વોન્ટેડને ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો
શહેરના ભાવનગર રોડ પર આવેલ રંગુન માતાજીના મંદિર પાસે તે અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકનો રહેવાસી અને હત્યાના ગુન્હામાં આજીવદ કેદની સજામાં પેરોલ જમ્પ કરી હત્યાની કોશિષ અને ગુજસીટોકના ગુન્હામાં વોન્ટેડ શખ્સને લોડેડ ૨ હથિયાર સાથે ક્રાઇમબ્રાંચે દબોચી લઇ ધોરણસરની કાયવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેવા હેતુથી પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ દ્વારા ગુન્હા ખોરી આચરતા શખ્સો સામે કડક હાથે કામગીરી કરવા આપેલી સુચનાને પગલે ક્રાઇમ બ્રાંચના એસસીપી ડી.વી. બસીયા, પીઆઇ વી.કે. ગઢવીના માગદર્શન હેઠળ પીએસઆઇ પી.એમ. ધાખડા સહિતનો સ્ટાફ પેટોલીંગમાં હતા ત્યારે લીલીયા તાલુકાના નાના લીલીયા ગામનો ચમ્પુ બાબાભાઇ વિછીયા નામનો શખ્સ હથિયારો સાથે સરધાર નજીક આવેલા રંગુન માતાજીના મંદિર પાસે હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્ટેબલ કુલદીપ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ચમ્પુ વિછીંયાને ઝડપી લઇ તેના કબ્જા માંથી રીવોલ્વર અને પીસ્ટોલ તેમજ છ કાર્ટીસ મળી આવતા તેની ધરપકડ કરી હતી.
પોલીસે ઝડપેલા ચમ્પુ વિછીયા નામના શખ્સે ૨૦૧૨માં સાવરકુંડલાના જૂના સાવર ગામે ઉઘરાણીના પ્રશ્ર્ને હત્યા કરી હતી. તે ગુંનામાં અદાલત દ્વારા આજીવદ કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. ચમ્પુ વિછીયા ૨૦૧૬માં રાજકોટની જેલમાંથી પેરોલ જમ્પ કરી વોન્ટેડ હતા તે દરમિયાન પૈસાની ઉઘરાણીના પ્રશ્ર્ને ફાઇરીંગ કરી હત્યાની કોશિશનો ગુન્હો નોંધાયો હતો. તેમજ સાવરકુંડલા પંથકમાં સંગઠીત ગુંના આચરતી ટોરકીના સાગીર તરીકે તેની સામે તાજેતરમાં ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયો હતો. પ્રાથમીક તપાસમાં ખુલ્યુ છે.