હૈદરાબાદના બિન અનુભવી ખેલાડીઓ ૨૦૯ રનના ટાર્ગેટ સામે ૧૭૪ રન કરી શક્યા…
આઇપીએલની ૧૭મી મેચ મુંબઇ ઇન્ડિયનસ અને સંરાઈઝર હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. જેમાં મુંબઇએ હૈદરાબાદને ૩૪ રને હરાવ્યું હતું. હૈદરાબાદની હાર પાછળ કયાકને ક્યાંય ટીમના બીન અનુભવી ખેલાડીઓ હોવાનું લાગી રહ્યું છે. હૈદરાબાદ પાસે વોર્નર, વિલિયમ જેવા ગણ્યાગાંઠીયા જ સિનિયર પ્લેયરો છે જેની અસર ટીમના પરફોર્મન્સ પર પડી રહી છે. બિન અનુભવી ખેલાડીઓની સાથે સાથે બોલરો નો નબળો દેખાવ પણ ટીમને હાર તરફ દોરી જતું હોય તેવું લાગે છે. હૈદરાબાદના બોલરોનો છેલ્લી કેટલીક મેચોમા ખરાબ દેખાવ રહ્યો છે. બોલરોનો ખરાબ દેખાવ એ ક્યાયકને ક્યાંક બિન અનુભવી-જુનિયર હોવાનું માની શકાય. અનુભવ વગર રમવા ઉતરેલા ખેલાડીઓની કિંમત હૈદરાબાદને ભોગવવો પડે છે.
આઇપીએલ ૨૦૨૦ની ૧૭મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને ૩૪ રને હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ ૨૦૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે હૈદરાબાદ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૪ રન જ કરી શક્યું હતું. મુંબઈની સીઝનમાં આ ત્રીજી જીત છે. મુંબઈ માટે જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ પેટિન્સને ૨-૨ વિકેટ લીધી હતી.
ડેવિડ વોર્નરે રનચેઝ દરમિયાન સારી બેટિંગ કરતા ૪૪ બોલમાં ૫ ફોર અને ૨ સિક્સની મદદથી ૬૦ રન કર્યા હતા. જે તેમના આઇપીએલ કરિયરની ૪૫મી ફિફટી હતી. ઓપનર, જોની બેરસ્ટો કેચ આઉટ થયો હતો. તેણે ૧૫ બોલમાં ૨ ફોર અને ૨ સિક્સની મદદથી ૨૫ રન કર્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને શારજાહ ખાતે ૨૦૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. કવિન્ટન ડી કોક સર્વાધિક ૬૭ રન કર્યા. જ્યારે કૃણાલ પંડ્યાએ ફિનિશિંગ ટચ આપતા ૪ બોલમાં ૨૦, રન કર્યા હતા.
છેલ્લી કેટલીક મેચોમાં હાર્દિક પંડ્યા અને પોલાર્ડ પોતાનો ખૂબ સારો દેખાવ કરી રહ્યા છે. હાર્દિક અને પોલાર્ડ એ ગઈકાલની મેચમાં મુંબઇને જીત માટે ખુબજ મહત્વનું યોગદાન આપ્યું હતું. કાયરન પોલાર્ડે ૧૩ બોલમાં ૨૫ અને હાર્દિક પંડ્યાએ ૧૯ બોલમાં ૨૮ રન કર્યા હતા. હૈદરાબાદ માટે સિદ્ધાર્થ કોલ અને સંદીપ શર્માએ ૨-૨, જ્યારે રાશિદ ખાને ૧ વિકેટ લીધી. ડેવિડ વોર્નરે રનચેઝ દરમિયાન સારી બેટિંગ કરતા ૪૪ બોલમાં ૫ ફોર અને ૨ સિક્સની મદદથી ૬૦ રન કર્યા હતા. જે તેના ઈંઙક કરિયરની ૪૫મી ફિફટી હતી. જ્યારે ઓપનર, જોની બેરસ્ટો ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં ડીપ સ્કવેર લેગ પર હાર્દિકના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૧૫ બોલમાં ૨ ફોર અને ૨ સિક્સની મદદથી ૨૫ રન કર્યા હતા. મુંબઈએ પાવરપ્લેની ૬ ઓવરમાં વિકેટ ગુમાવી ૪૮ રન કર્યા હતા. જે શારજાહ ખાતેની અત્યાર સુધીની ૭ ઇનિંગ્સમાં સૌથી ઓછો સ્કોર છે. પહેલી વખત કોઈ ટીમ ૫૦ રનનો આંક વટાવી શકી નથી.