ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડેમાં ભારતીય ટીમના બોલરોએ ધમાકેદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયન ટીમને 230 રનમાં ઑલઆઉટ કરી હતી. મેલબર્નમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચમાં ભારતીય બોલર યઝુવેન્દ્ર ચહલનું પ્રદર્શન સારું રહ્યું હતુ. ચહલે 10 ઓવર્સમાં 42 રન આપીને 6 વિકેટ્સ લીધી હતી. આ સિવાય ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શામીએ 2-2 વિકેટ્સ લીધી હતી.

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચની વન-ડે સિરઝની પ્રથમ મેચ સિડનીમાં રમાઇ હતી. જેમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને માત આપી હતી. આ સિરીઝની બીજી મેચ એડિલેડમાં રમાઇ હતી. જેમાં ભારતે, ઑસ્ટ્રેલિયાને 6 વિકેટથી માત આપી સિરીઝમાં 1-1ની બરાબરી કરી હતી. જ્યારે આ સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ મેલર્બન ખાતે રમાઇ હતી. જેમાં ઑસ્ટ્રેલિયન ટીમને ભારતે 230 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ભારતે આ સિરીઝ 2-1થી જીતી લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.