હાલ શાળા, કચેરીઓ કે કામના સ્થળે બનતી આગની ઘટનાને રોકવા ફાયર સેફટી પર વધુ ભાર મુકાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના વલસાડ જીલ્લાની ફાયર સેફ્ટી શક્તિ વધુ મજબૂત બની છે. દરેક જિલ્લાએ આ પ્રકારની કામગીરી ઉપલબ્ધ બનાવવી જોઈએ. વલસાડના અને ગુજરાતની ઉધોગ નગરી તરીકે જાણીતા વાપીમાં અત્યાધુનિક મલ્ટી પરપઝ ફાયર ફાઈટર યુનીટને રૂપિયા 1.32 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે. જેનું આજરોજ ધારાસભ્ય કનુભાઇ દેસાઇના વરદ હસ્તે પૂજા વિધિ કરી નોટીફાઇડ અને આસપાસના વિસ્તારના ઉપયોગ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
શું છે આ યુનિટની વિશેષતા
લગભગ ૧ કરોડ ૩૧ લાખનાં ખર્ચે તૈયાર થયેલ આ યુનિટ વલસાડ જિલ્લાનું પ્રથમ આધુનિક ફાયર ફાઇટર યુનિટ છે. જેની વિશેષતા નીચે મુજબ છે.
● 2000 લીટર ફમ ટેન્ક , 10,000 લીટર વોટર ટેન્ક , 500 કિલો પાવડર ટેન્ક છે.
● જે વિવિધ કેમિકલ કંપનીની ફાયર ઇમરજન્સીમાં જરૂરીયાત મુજબ ઉપયોગી થાય તેમ છે.
●અંધારામાં પણ સારી રીતે કામ થાય તે માટે 15 ફૂટ ઊંચો હાઈમસ અને ફ્લડ લાઇટ છે.
● ઓટોમેટિક મોનીટરીંગ સિસ્ટમ દ્વારા સ્થિતિ મુજબ મિસરણ તૈયાર કરી જરુરી પ્રેશર પૂરું પાડવાની આધુનિક વ્યવસ્થાથી સજ્જ છે.
●ઓટો જનરેટર સિસ્ટમ થી ગમેતે સ્થળેથી પાણી લિફ્ટ કરી ભરી શકાય છે અને અન્ય સાઘનમાં પણ પાણી રિફિલ કરી શકાશે.
●વિવિધ દેશોમાં વપરાતી આધુનિક નોઝલો પણ છે જેમાં લોપ્રેશર મિક્સર નોઝલ , મંગુસ નોઝલ જેવી વિવિધ સ્થિતિ આધારિત ઉપયોગી નોઝાલો છે.
●૪૫ ફૂટની ઉચાઈ પર જઇને આગને કાબુમાં કરી શકે તેવી મજબુત લેડર પણ છે.
આમ, વિવિધ ક્ષમતા ધરાવતું આધુનિક ફાયર ફાઈટરએ વાપીના ઉદ્યોગો અને આસપાસના વિસ્તારોની સલામતી માટે ખૂબ મહત્વનું સાધન બની રહેશે. લોકાર્પણના આ પ્રસંગે કમલેશભાઈ પટેલ (VIA પ્રમુખ)સતિષ પટેલ (વી.આઈ.એ સેક્રેટરી)અને વાપી ભાજપ પ્રમુખ આર. એમ.જીઆઇડીસી દીનેશ પરમાર,ચીફ ઓફિસર સાગરભાઈ એકસુઝીટીવ એન્જીનીયર કેગામીત વિઠ્ઠલભાઈ પટેલ વાપી નગરપાલિકા પ્રમુખ. ટ્રેઝરર વી.આઈ.એ હેમાંગ નાયક જો.સેકેટરી કલ્પેશ વોરા વી.આઈએ પૂર્વ પ્રમુખ પ્રકાશભદ્રામિતેસભાઇ દેસાઇ વાપી પૂર્વ ભાજપ પ્રમુખસત્યેન પંડ્યા વાપી સહિતના હાજર રહ્યા હતા.