સાઉથ એશિયન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે નિર્ણયને આવકાર્યો
ભારત સરકારના કોવિડ રીલીફ ફંડમાં એમએસએમઈને ધ્યાનમાં રાખી ખૂબ સારો નિર્ણય લેવાયો તે બદલ સાઉથ એશિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ ઝોનના યુવા પ્રમુખ શૈલેષભાઇ કે. બારડે આવકારી ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
અત્યારે ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીમાં સૌ કોઈ મુશ્કેલીમા છે ત્યારે ભારત સરકાર દ્વારા લોકોના હિતમાં અને દેશની અર્થવ્યવસ્થામાં સુધારો કરવા માટે જે રિલીફ ફંડ રજૂ કરવામાં આવ્યું એ રિલીફ ફંડમાં ખાસ નાના અને મધ્યમ ઉદ્યોગો ને જે મુશ્કેલી થઇ રહી છે એવા એકમોને આ રિલીફ ફંડનાં માધ્યમથી ખૂબ મદદરૂપ થશે અને નાના અને સૂક્ષ્મ ઉદ્યોગ કરનાર વ્યક્તિ પણ ઉદ્યોગ ચાલુ રાખીને દેશની આર્થિક સ્થિતિ સુધારવામાં પોતાનું યોગદાન આપીને ગૌરવ લઈ શકશે. વધુમાં જણાવ્યુ કે, અત્યારે સમગ્ર વિશ્વ આ મહામારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે કોઈએ પણ નાસીપાસ થવાની જરૂર નથી. સમજદારી અને સલામતી રાખી આત્મનિર્ભર બની આ મહામારી સામે લડવાનું છે. સૌ લોકો સાથે મળી દેશનો દરેક વ્યક્તિ આત્મનિર્ભર બને અને દરેક ચીજવસ્તુનું ઉત્પાદન આપણા જ દેશમાં થાય અને આખો દેશ સ્વદેશી અપનાવે જેથી દેશની અર્થવ્યવસ્થામાં સુધારો લાવી શકાય અને “મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાના સુત્રને સાર્થક કરી શકીએ.