કમલનાથે સત્તાગ્રહણકરતા ધોકો પછાડ્યો કોંગ્રેસ સત્તાના સુત્રો સંભાળતા જ ખેડુતોના દેવા માફ કયા
તાજેતરમાં યોજાયેલી પાંચ રાજયોની ચુંટણીમાં ખેડુતોને લોન માફીનું વચન આપીને સત્તામાં આવેલી કોંગ્રેસ સત્તાના સંભાળ્યાના પહેલા જ દિવસે બે રાજયોમાં ખેડુત લોન માફીની જાહેરાત કરી દીધી છે. ગઇકાલે મઘ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ રાજયમાં સત્તા સંભાળનારા કોંગ્રેસી મુખ્યપ્રધાનોએ કોંગ્રૅેસને ચુંટણી ઢંઢેરામાં આપેલા વિવિધ વચનોને પુરા કરવા ધડાધડ નિર્ણયો લેવાની શરુઆત કરી છે. મઘ્યપ્રદેશમાં કમલનાથે સત્તા સંભાળવ્યાના પ્રથમ કલાકમાં જ ખેડુત લોનમાફી સ્થાથીકોને રોજગાર સહીતના અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. જે બાદ છત્તીસગઢના નવનિયુકત મુખ્યમંત્રી બધેલે પણ ખેડુત લોન માફી સહીતના અનેકનિર્ણયો લીધા હતા.
મઘ્યપ્રદેશનામુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા બાદ કમલનાથે પ્રથમ કલાકમાં જ રાજયના ખેડુતોની ર લાખ રૂ ની સુધીની લોન માફ કરવાનો નિર્ણય લીધો હતો. ઉપરાંત સ્થાનીક બેરોજગાર યુવજાનોને રોજગારઆપવા કમલનાથે રાજયના તમામ ઉઘોગોમાં ૭૦ ટકા સ્થાનકિોને જ નોકરી આપવાનો હુકમ કર્યો છે. જે ઉઘોગોએ ૭૦ ટકા સ્થાનીકોને જ નોકરીએરાખ્યા હશે તેમને રાજય સરકાર તરફથી અપાતી વિવિધ પ્રકારની સરકારી સહાય આપવાનો પણ આ હુકમમાં નિર્ણય કર્યો છે. ઉપરાંત રાજયમાં ચાર ગારમેન્ટ પાર્કો બનાવવાની યોજનાને પણ શરુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીપદસંભાળ્યા બાદ પ્રથમ પત્રકાર પરિષદને સંબોધતા કમલનાથે જણાવ્યું હતું કે ૩૧ માર્ચ ૨૦૧૮ પહેલા રાજયમાં સરકારી કે સહકારી બેન્કો પાસેથી ખેતી માટે લોન મેળવનારા ખેડુતોના ર લાખરૂ સુધીની લોન માફ કરી દેવામાં આવી છે. જેના કારણે ૩૪ લાખ ખેડુતોને ફાયદો થશે અનેરાજયની તિજોરી પર ૩પ થી ૩૮ હજાર કરોડ રૂ નું ભારણઆવશે. ઉપરાંત રાજયમાં ઉત્તરપ્રદેશ,બિહાર, જેવા રાજયોના લોકોના કારણે સ્થાનીકોને નોકરીમળતી ન હોય બેરોજગારીનીસમસ્યા વધી હોવાનું જણાવીને કમલનાથે રાજયમાં તમામ ઉઘોગોમાં ૭૦ ટકા સ્થાનીકોને નોકરીઆપવાના નિર્ણય લેવાયાનું તથા જે ઉઘોગો આ નિયમનું પાલન કરશે તેને જ સરકારી સહાય મળશે તેમ જણાવ્યું હતું. જયારે ગઇકાલ સાંજે છત્તીસગઢના મુખ્યમંત્રી પદે શપથગ્રહણ કર્યા બાદ ભુપેશ બધેલેપ્રથમ કેબીનેટ બેઠક બોલાવી હતી. જેમાં કોંગ્રેસના ખેડુત લોન માફીનાવાયદાનો પૂર્ણ કરવા રાજયફના ૧૬ લાખ ખેડુતોના લોકો દેવાને માફ કરવાનો નિર્ણય કર્યો હતો.બધેલે સરકારના આ નિર્ણયથી રાજયની તિજોરી પર ૬૧ હજાર કરોડ રૂ નું ભારણ આવવાની સંભાવના છે.
ઉપરાંતખેડુતોને તેમની ખેત ઉત્પાદનના યોગ્ય ભાવ મળી રહે તે માટે પ્રતિ કિવન્ટલ ૨૫૦૦ રૂ નો ટેકાનો ભાવ આપવાની પણ જાહેરાત કરી હતી. બસ્તારમાં નકસબી હુમલામાં માર્યા ગયેલા કોંગ્રેસી આગેવાનોના કેસની તપાસ કરવા સીટની રચના કરવાનો પણ નિર્ણય કરાયો હતો.
આમ, આગામી લોકસભાની ચુંટણીની સેમી ફાઇનલ એવી પાંચ રાજયોની ચુંટણીમાં મહત્વના ત્રણ રાજયોમાં ભાજપને પછડાટ આપનારા કોંગ્રેસે ઘડાઘડ નિર્ણયો લેવાની શરુઆત કરી દીધી છે. ત્રણ રાજયોમાંથી બે રાજયોમાં પ્રથમ દિવસે જે ખેડુત લોન માફી, બેરોજગારોને રોજગારી વગેરે જેવા સંવેદન શીલ પ્રશ્નો પર નિર્ણયો લઇને કોંગ્રેસે આગામી ચુંટણી પહેલા ભાજપ માટે મોટો પડકાર ઉભો કર્યો છે.. કોંગ્રેસે આ બન્ને રાજયોમાં ખેડુત લોન માફી કરતા ભાજપ શાસિક રાજયોના ખેડુતોમાં પણ લોન માફી કરવાની માંગ ઉઠે તેવી સંભાવના છે. જેથી આ રાજયોમાં કોંગ્રેસ તેનો લાભ લઇને આગામી ચુંટણીમાં રાજકીય લાભ ખાટી શકે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.
ફઇ-ભત્રીજાના મિલને ‘કડવાશ’ હટાવી!!!
ગઈકાલે રાજસ્થાનમાંગેહલોત સરકારની શપથવિધિ સમારંભ દરમ્યાન ભારે લાગણી પૂર્ણ દ્રશ્યો સર્જાયા હતા. જયારે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજએ તેમના ભત્રીજા અને મધ્યપ્રદેશ કોંગ્રેસનાયુવા નેતા જયોતિરાદિત્ય સિંધિયાને ગળે લગાવ્યા હતા.ભાજપના સ્થાપકોમાંનાએક ગ્વાલિયરના રાજમાતા સિંધિયાની લાગણીને અવગણીને તેમના પુત્ર સ્વ. માધવરાવ સિંધિયા કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારથી ‘માતા-પુત્ર’ બંનેવચ્ચે કડવાશ વ્યાપી ગઈ હતી. વસુંધરા રાજે માતાના પગલે ચાલીને ભાજપમાં સક્રિય બનીને મુખ્યમંત્રીપદે પહોચી ગયા હતા જેની આ કડવાશ ‘ભાઈ -બહેન’ વચ્ચેપણ વ્યાપી ગઈ હતી.
જયારે માધવરાવના આકસ્મિક અવસાન બાદ તેમના પુત્ર જયોતિરાદ્ત્યિ કોંગ્રેસમાં સક્રિય બનીને તાજેતરમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસના વિજયના શિલ્પી બન્યાહતા. ગઈકાલે રાજસ્થાનમાં શપથગ્રહણ દરમ્યાન વસુંધરા રાજે ભત્રીજા જયોતિરાદિત્યને રાજકીય અને પારિવારીક કડવાશો ભૂલીને સ્નેહપૂર્વક ગળે લગાવ્યા હતા જેથી, ‘ફઈ-ભત્રીજા’નું આ ‘મિલન’ સિંધિયાપરિવારની કડવાશ દૂર કરશે કે કેમ? તેવો પ્રશ્નાર્થ રાજકીય વર્તુળોમાંચર્ચાનો વિષય બન્યો છે.