ઔદ્યોગિક સ્થાપના અને સ્ટાર્ટ અપ માટે યોગ્ય વિસ્તાર અને જમીનની પસંદગીનો પ્રશ્ન સૌથી વધુ મહત્વનો હોય છે, ઉદ્યોગ સ્થાપનાની તમામ તૈયારીઓમાં જમીનની ઉપલબ્ધતા પસંદગી અને આસપાસની પરિસ્થિતિ ખૂબ જ મહત્વના પાસા ગણવામાં આવે છે, અને સ્ટાર્ટ અપ માટે જમીનનો પ્રશ્ન સૌથી વધુ કવાયત કરાવે છે ત્યારે હવે ભારતના ગમે તે ખૂણે ઉદ્યોગો સ્થાપવા હોય તો તે માટે સમગ્ર દેશની ઔદ્યોગિક જમીનોની વિગતો માટે બનાવવામાં આવેલા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ લેન્ડ બેંક પોર્ટલ આશીર્વાદરૂપ સાબિત થશે ,આ પોર્ટલમા સમગ્ર દેશની ઔદ્યોગિક જમીન ની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ કરવામાં આવશે જેનાથી કયા વિસ્તારમાં? કયા સ્થળે ઔદ્યોગિક જમીન ઉપલબ્ધ છે?
જમીન ધોરી માર્ગ અને પરિવહન સવલતો થી કેટલા અંતરે આવેલી છે? સૂચિત જમીનથી રહેણાક વિસ્તાર ઔદ્યોગિક એકમો,કાચા માલની ઉપલબ્ધિ, તેનું અંતર સહિતની તમામ વિગતો દેશના કોઈ પણ ખૂણે બેઠા-બેઠા જાણી શકાશે.
ઔદ્યોગિક સ્થાપના અને સ્ટાર્ટ અપ માટે અગાઉની જેમ હવે જમીન ના સર્વે માટે ક્યાંય રઝળપાટ કરવાની જરૂર નહીં રહે, દેશના એક છેડેથી બીજા છેડા સુધી ઉપયોગી જમીની પરિસ્થિતિ ઓનલાઇન સંપૂર્ણપણે સ્પષ્ટ થઇ જશે.
બીજી તરફ સરકારી ધોરણે વિકસિત થઇ શકે તેવી ફાજલ જમીનો ની પરિસ્થિતિ પણ ક્રિસ્ટલ ક્લિયર થઈ જનાર હોવાથી ઉધયોગ સંલગ્ન પરિમાણો અને વિકાસની તકો નું આખું ચિત્ર પારદર્શક બની જવાથી શરૂઆતની ઔદ્યોગિક સ્થાપના નો રસ્તો સરળ બનશે.ઔદ્યોગિકભૂમિ અંગેની દેશ વ્યાપી વિગતોની જાણકારી ના કારણે શરૂઆતના સંઘર્ષ ના તબક્કામાં પણ કઈ દિશામાં કેટલી મહેનત કરવી તે પણ કાગળ પર આયોજન કરી શકાશે
ભારતના ગમે તે ખૂણે ઉદ્યોગો સ્થાપવા માટે જમીનની વિગતો આંગળીના ટેરવે મળી જાય તેવી ઇન્ડિયા ઈન્ડસ્ટ્રીયલ લેન્ડ બેંક પોર્ટલ ટૂંક સમયમાં જ ઉપલબ્ધ બનશે આ પોર્ટલને સતત પણે અપડેટ કરતું રખાશે જેનાથી ઔદ્યોગિક જમીનોમાં થતી વૃદ્ધિ નવા ઉદ્યોગી એકમો ઉમેરો જેવા ઉદ્યોગપતિઓ માટે જરૂરી વિગતો હાથ વગી બનશે દેશના વિકાસ માટે ઔદ્યોગિક વિકાસ અનિવાર્ય છે ત્યારે સ્ટાર્ટઅપની સાથે-સાથે હવે જમીન અંગેની વિગતો ઓનલાઇન ઉપલબ્ધ કરવાના સરકારના પ્રયાસો નવા ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ બની શકશે તેમાં બેમત નથી.