લોકસેવક તરીકે નહીં, ધારાસભ્ય તરીકે રાજ કર્યુ હોવાથી ચુંટણીમાં મતદારો ભાન ભુલાવશે
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને હજુ વાર છે ત્યારે પૂરી કોંૅગ્રેસ પણ જેની સાથે નથી તેવા ઇન્દ્રનીલ રાજયગુ‚ હવે ભૂતપૂર્વ ધારાસભ્ય બનવાના સ્વપ્ના જોઇ રહ્યા છે ત્યારે ઇન્દ્રનીલ રાજયગુ‚ના મળતીયાઓ દ્વારા દરરોજ જુદા જુદા નિવેદનો અને જુદા જુદા નાટકો યોજી શહેરની જનતાને ગુમરાહ કરવા નીકળ્યા છે પરંતુ ઇન્દ્રનીલ રાજયગુરુ અને તેની આપી ટોળકીને શહેરની જનતા સારી રીતે જાણે છે.
વિભાનસભા-૬૮ માં ચુંટણી લડી ધારાસભ્ય બનેલા ઇન્દ્રનીલ રાજયગુ‚એ પોતાના વિસ્તારમાં એકપણ વિકાસકાર્ય કે સ્થાનીક પ્રશ્ર્નો માટે કયારેય આગેવાની લીધી હોય તેવો એકપણ દાખલો જોવા મળેલ નથી.
ઇન્દ્રનીલ રાજયગુ‚ની ટોળકીના નેતાઓ રાજયના સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના મુખ્યમંત્રી સામે યેનકેન પ્રકારના નિવેદનો કરી માત્રને માત્ર સસ્તી પ્રસિઘ્ધી મેળવવા નીકળી પડયા છે.
વિધાનસભા-૬૮ માં તેમની હાર નિશ્ર્ચિત છે ત્યારે હવે વિધાનસભા-૬૮ માં તેમની હાર નિશ્ર્ચિત છે ત્યારે હવે વિભાનસભા-૬૯માં લડવાની વાત કરી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી સામે હારવાનું પસંદ કર્યુ છે.
અંતમાં ઉપરોકતન અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભય અને ભ્રષ્ટાચારની વાત ઇન્દ્રનીલ રાજયગુ‚ની ટોળકીના મોઢે શોભતી નથી. ૧૯૮૦ થી ૯૦ ના દાયકામાં ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમ્યાન ગુંડાઓ શાસન ચલાવતા હતા. અને ભ્રષ્ટાચારના દલાલો કાયમી ગાંધીનગરમાં પડયા પાથર્યા રહેતા હતા અને એટલા માટે ગુજરાતની જનતાએ કોંગ્રેસથી ત્રાહીમામ પોકારી ભારતીય જનતા પાર્ટીને સતાના સુકાન સોંપ્યા હતા. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલ ઐતિહાસિક રેલીથી રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતભરની કોંગ્રેસને રેલો આવ્યો છે એટલે જ ઇન્દ્રનીલ રાજયગુ‚ના આ બધા મળતીયાઓને પેટમાં દુખે છે તેમ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી અને કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે