ઇન્દોરમાં માય હોમ હોટલમાં ચાલતા ગોરખધંધા બંધ કરાવવા તંત્રે ત્રણ હોટલ અને વૈભવી બંગલો ધરાશાયી કરી આર્થિક રીતે કમ્મર તોડી
જીતુ સોનીના ભાઇ મહેન્દ્ર સોનીને સાવરકુંડલાથી ઇન્દોર પોલીસ ઉપાડી ગઇ
મધ્યપ્રદેશના ખુખાર ગુંડા કાલુ ભાટીના ખંભે બેસી ગુંડાગીરીની શરૂઆત કરનાર જીતુ સોનીને સોરાષ્ટ્રના એમસીએકસ સટ્ટા અને ડ્રગ્સ રેકેટનો કાળો કારોબાર
લુખ્ખાગીરી કરી ‘લોક સ્વામી’ અખબાર હડપ કરનાર જીતુ સોનીએ એમપીના આઇએએસ અને આઇપીએસને કર્યા બ્લેક મેઇલીંગ
રાજકોટમાં ‘લોક સ્વામી’ અખબાર શરૂ કરે તે પહેલાં બાળ મરણ
મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મોટા માથા સાથે ધરોબો ધરાવતા જીતુ સોનીને પકડવા ઇન્દોરની ક્રાઇમ બ્રાન્ચની છ ટીમે ભીસ વધારી
ઇન્દોરમાં અનેક ગુનામાં મોસ્ટ વોન્ટેડ અને માહિતી આપનાર કે પકડી પાડનાર માટે ઇનામી જીતુ સોનીને પકડવા માટે ઇન્દોર પોલીસે ભીસ વધારી છે. ઇન્દોર પોલીસથી બચવા નેપાળ થઇ સૌરાષ્ટ્રમાં આશરો મેળવ્યા બાદ મુંબઇ પહોચ્યાની બાતમીના આધારે ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી છ ટીમ દ્વારા ઠેર ઠેર દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ ઇન્દોરમાં ગોરખધંધાનું કેન્દ્ર બનેલી જીતુ સોનીની માય હોમ હોટલ સહિત ત્રણ હોટલ અને વૈભવી બંગલો ધરાશાયી કરી આર્થિક ભીસ વધારી છે.
માનવ તસ્કર, છેતરપિંડી અને બ્લેક મેઇલીંગ સહિત ૨૫ થી ૩૦ ગુનામાં સંડોવાયેલા મુળ સૌરાષ્ટ્ર પંથકના જીતુ સોની ઇન્દોર સ્થાયી થઇ ટુંકા સમયમાં જ સારૂ એવું કાઠું કાઢયું હતું. જીતુ સોનીએ મધ્ય પ્રદેશના ખુખાર ગુંડા કાલુ ભાટીના ખંભે બેસી ગુંડાગીરીના પાઠ ભણ્યા બાદ ઇન્દોરમાં ‘લોક સ્વામી’ નામનું અખબાર હડપ કર્યા બાદ આઇએસ અને આઇપીએસ અધિકારીઓને બ્લેક મેઇલીગં કરતા જીતુ સોનીએ માય હોમ સહિત ત્રણ હોટલ અને વૈભવી બંગલો સહિત અબજો રૂપિયાની સ્થાવર મિલકતનો આસામી બનેલા જીતુ સોની તેમાં વાઇન શોપ અને ડાન્સ બારમાં ગ્રાહકના સ્વાંગમાં ગરીબ, મજબુર અને લાચાર યુવતીઓને ડાન્સ બારમાં ગોરખધંધામાં ફસાવી યોન શોષણમાં ધકેલી દીધા સહિતની ચોકાવનારી ઘટનાનો ઇન્દોર પોલીસ દ્વારા પર્દાફાસ કરવામાં આવ્યો હતો. જીતુ સોનીની હોટલમાં ગ્રાહકના સ્વાંગમાં રહેતી મજબુર યુવતીઓને લોહીના વેપારમાં ધકેવા ઉપરાંત રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિ અને અધિકારીઓને સેંકસ રેકેટમાં ફસાવી બ્લેક મેઇલીંગ કરી રાતોરાત ધનપતિ બનેલા જીતુ સોની લાંબા સમય ફરાર થતા તેની માહિતી આપનાર કે પકનાર માટે સરકાર દ્વારા એક લાખના ઇનામની જાહેર કરી છે.
માનવ તસ્કરીના ગુનામાં સંડોવાયેલા જીતુ સોની સામે ઇન્દોર પોલીસમાં ૨૫ થી ૩૦ જેટલા ગુના નોંધાતા જીતુ સોની નેપાળ થઇ સૌરાષ્ટ્રમાં આશરો મેળવ્યા બાદ ઇન્દોર પોલીસ તેનો પીછો કરી ઝડપી લેવા ભીસ વધારતા તે હાલ મુંબઇમાં આશરો મેળવ્યાનું પોલીસ તપાસમા બહાર આવતા ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી છ ટીમ બનાવી તેને ઝડપી લેવા મુંબઇ ધામા નાખ્યા છે. જીતુ સોની ઇન્દોરમાં સૌથી મોટી ગરબી કરાવતો ત્યારે તેની ગરબીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના માધાંતા હાજરી આપતા હોવાથી તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અભિનેતા સાથે સારા સંબંધના કારણે મુંબઇમાં આશરો મેળવ્યાનું સુત્રો જણાવી રહ્યા છે.
જીતુ સોની ઇન્દોરમાં માય હોમ હોટલ સહિતની જુદી જુદી ત્રણ હોટલ અને બિયર બારમાં ચાલતા ગોરખ ધંધા બંધ કરાવવા અને જીતુ સોની પર ભીસ વધારવા માટે તંત્ર દ્વારા તેની ત્રણેય હોટલ અને તેના બંગલાને ડાયનામાઇટથી ધરાશાયી કરી આર્થિક રીતે જીતુ સોનીને તોડી નાખ્યો છે.. ઇન્દોર પોલીસની એક ટીમ અમરેલીના સાવરકુંડલા પહોચી જીતુ સોનીના ભાઇ મહેન્દ્ર સોનીને દબોચી લીધો છે. મહેન્દ્ર સોની સાવર કુંડલાના હિંમત સોનીને ત્યાં આશરો મેળવ્યો હતો. પરંતુ તેને કેન્સરની બીમારી હોવાથી તેને એક દિવસના રિમાન્ડ પર મેળવી પૂછપરછ કરવામાં આવી હતી.
જીતુ સોની મહારાષ્ટ્રમાં બેસી સૌરાષ્ટ્રમાં એમસીએકસના સટ્ટા અને ડ્રગ્સના મોટા ડીલીંગ પાર પાડતો હોવાનું તપાસમાં સામે આવતા તેનો મધ્યપ્રદેશ પોલીસે તમામ પ્રકારના અપરાધમાં સંડોવાયેલા જીતુ સોનીને ઝડપી લેવા આકાશ પાતાળ એક કરી આધૂનિક ટેકનોલોજીની મદદથી પગેરૂ દબાવતા તે પોતાના પુત્ર વીકી, ભત્રીજો લક્કી અને અન્ય એક જીજ્ઞેશ નામનો શખ્સ સૌરાષ્ટ્રમાં છુપાયાની બાતમીના આધારે ઇન્દોર પોલીસે દરોડો પાડયો ત્યારે તેઓ ફાર્મ હાઉસના પંખા ચાલુ રાખી ત્રણેય ભાગી ગયાનું ઇન્દોરના એએસપી રાજેશ દંડોતિયાએ સતાવાર જાહેર કર્યુ છે.
જીતુ સોનીને ભીડવવા ઇન્દોર પોલીસે મુંબઇ પોલીસ દ્વારા ખાસ બનાવવામાં આવેલી ટ્રેકીંગ સિસ્ટમની મદદ લીધી છે. જીતુ સોનીનું વર્ણન સાથેનો ડેટા નાખવામાં આવતા તેને કયાં છુપાયો છે તે અંગેની માહિતી પોલીસને મળે તેમ હોવાથી જીતુ સોની, તેના પુત્ર અને સાગરીતો કયાંથી પસાર થયા તે અંગેની માહિતી મળે તેમ હોવાથી તેઓએ પોતાની ઓળખ છુપાવવા પોતાનો વેશ પલ્ટો કર્યો હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.
જીતુ સોની ઝડપાયા બાદ સૌરાષ્ટ્રના વ્હાઇટ કોલર ગુંડાઓનો પદાર્ફાશ થાય તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.