- ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન: મધ્યપ્રદેશમાં 5 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્ય
- એક પેડ ર્માં કે નામ
ઈન્દોરે રવિવારે 11 લાખથી વધુ રોપાઓ વાવીને 24 કલાકમાં ટીમ દ્વારા વાવેલા સૌથી વધુ વૃક્ષો” શ્રેણીમાં નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે, ભારતનું સૌથી સ્વચ્છ શહેર અને મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરે હવે એક દિવસમાં 11 લાખથી વધુ રોપા વાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણમાં ઈતિહાસ રચવા બદલ ગીનીસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અને તેને પ્રાપ્ત કર્યાની તસવીરો શેર કરીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અભિયાનની શરૂઆત કરી હતી, જેમાં લગભગ 140 લોકો જોડાયા હતા. દેશભરમાં કરોડ વૃક્ષો વાવવામાં આવશે મધ્યપ્રદેશમાં 55 મિલિયન વૃક્ષો વાવવામાં આવશે, જેને શાહે ’ભારતના ફેફસાં’ ગણાવ્યા હતા.
અધિકારીઓએ કહ્યું કે સ્વચ્છ સર્વેક્ષણ મુજબ, ઘણા વર્ષોથી દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઓળખાતા ઈન્દોરમાં આ અભિયાન દરમિયાન 51 લાખ રોપાઓ વાવવામાં આવશે. બી.એસ.એફ એકેડેમીની રેવતી રેન્જમાં વૃક્ષારોપણની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેને નવ ઝોન અને 100 સબ-ઝોનમાં વહેંચવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 2,000 બી.એસ.એફ જવાનો ઉપરાંત, 100 થી વધુ એન.આર.આઇ , 50 શાળાઓના એનસીસી કેડેટ્સ, મોટી સંખ્યામાં નાગરિકો અને વિવિધ સામાજિક સંસ્થાઓના સભ્યોએ વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લીધો હતો. ગિનીસ વર્લ્ડ રેકોર્ડની વેબસાઈટ અનુસાર, 24 કલાકમાં સૌથી વધુ રોપા વાવવાનો અગાઉનો રેકોર્ડ 9,21,730 હતો.