પ્રતિક ગાંધીનો અભ્યાસ પ્રવૃત્તિ વિદ્યાલય, સુરત ખાતે થયો હતો. જ્યાં તે નાટ્ય કલામાં સક્રિય હતો. તેમજ એન્જિનિયરીંગમાં સ્નાતક થયા બાદ મુંબઈમાં બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતાં-કરતાં તેણે દિગ્દર્શક મનોજ શાહ સાથે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
પ્રતિક ગાંધી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા હોય છે. ત્યારે પ્રતિક ગાંધીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. તેના ફોટોઝ જોવા તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જોતાં હોય છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર કેપ્શન રાખ્યું છે કે, “Watched Dhoom Dhaam yet?”
પ્રતિક ગાંધીએ શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. પ્રતિક ગાંધીના ફોટોઝ જોઈ ચાહકોએ તેમની તસવીરોને ખૂબ પસંદ કરી હતી.પ્રતિક ગાંધીએ બ્લેક કલરનું ઇન્ડો વેસ્ટર્ન પહેર્યું છે. ઇન્ડો વેસ્ટર્ન લૂકમાં પ્રતિક ગાંધી ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. તેણે એક હાથમાં વોચ પહેરી છે. પ્રતિક ગાંધી ફોટોઝમાં અલગ અલગ પોઝ આપતો જોઈ શકાય છે. આ ફોટોઝ જોઈ તેના ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે.