ઈન્ડો પેસિફિક દેશોમાં વ્યાપાર વૃદ્ધિ અને સમૃદ્ધિ લાવવા બંને દેશોએ હાથ મિલાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત ભારત અને વિશ્વના અન્ય દેશો માટે અત્યંત અને ઉપયોગી નીવડી છે. ભારત વસુદેવ કુટુંબકમની ભાવના સાથે વિશ્વમાં આગળ વધી રહ્યું છે અને તેની શાખ અને છબી પણ દિન પ્રતિ દિન અત્યંત વિકસિત થઈ રહી છે. એટલું જ નહીં ચાઇના ને સાઈડ લાઈન કરી વ્યાપાર ક્ષેત્રે વિશ્વના અન્ય દેશો પણ ભારત સાથે હાથ મિલાવી રહ્યા છે ત્યારે ઇન્ડો પેસિફિક દેશોની જો વાત કરવામાં આવે તો આ હેઠળ 40 જેટલા દેશો આવે છે ત્યારે તેને સુરક્ષા અને સલામતી પૂરી પાડવા માટે ભારત અને અમેરિકા એક થયા છે અને આ બેઠક અને યાત્રા ઈન્ડો પેસિફિક દેશો માટે પણ એટલી જ ઉપયોગી નીવડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

ઇન્ડો-પેસિફિક ક્ષેત્રનું વ્યૂહાત્મક મહત્ત્વ અને ચીનની આક્રમક નીતિઓને જોતાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા એમ ચાર દેશોએ મળીને એક સમૂહ રચ્યો હતો. આમ તો 1990ના દશકમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ ક્વોડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ શરૂ કર્યો હતો. પરંતુ 2008માં ઓસ્ટ્રેલિયા એમાંથી બહાર નીકળી ગયું હતું. તત્કાલિન ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન કેવિન રડ ચીનની નિકટ હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાર દેશોના આ સમૂહની પ્રાથમિકતા એ છે કે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વિકાસ અને શાંતિ માટે મુક્ત, ખુલ્લી, સમાવેશી અને નિયમ આધારિત વ્યવસ્થા અમલમાં હોય.

ભારત અને અમેરિકા સંયુક્ત રીતે એ વાત ઉપર પણ ભાર મુકતા જણાવ્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધમાં યુક્રેનના જે લોકોને તકલીફ અને માઠી અસર નો સામનો કરવો પડ્યો છે તેના માટે દરેક દેશોએ માનવતા વલણ દાખવું ખૂબ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.