ભારત-પાક. વચ્ચે સિંધુના પાણી અંગે ૧૯૬૦માં કરારો થયા હતા
ભારત પાક વચ્ચે સિંધુ નદીના કરારોને બંને તરફથી મંજૂરી મળતા હાઈડ્રોઈલેકટ્રીક પ્રોજેકટો અને પકાલ દુલ તેમજ લોવર કલનાઈના વિવાદોને ઉકેલવામાં આવશે અમેરિકાએ કહ્યુ હતુ કે ભારત-પાક.ના સંબંધશે સુધારવા ઈમરાન ખાન સરકારને તકો મળવી જોઈએ બે દિવસની હાઈ લેવલની મીટીંગ બાદ લાહોરમાં વહેતી સિંધુ નદીના માર્ગો ખૂલ્યા છે. સિંધુ નદીના પાણી ભારત પાક. વચ્ચે સંધીનો પુલ બંધાય તેવી ધારણા છે. બંને તરફથી કરારો થતા ટેકનીકલ ઈશ્યુ અને હાઈડ્રોઈલેકટ્રોનીક પ્રોજેટોને વેગ આપવામાં આવશે.
ઈન્ડુસ કમીશન અંગે નવી દિલ્હી ખાતે બંને તરફથી મંજૂરી આપવામાં આવી છે. પાકિસ્તાનના રિપોર્ટ મુજબ ભારતે જમ્મુ કાશ્મીરનાં પકાલ દુલ અને લોવેર કલનાઈ હાઈડ્રો પાવર પ્રોજેકટ અને ચેનાબ નદી જે ઈસ્લામાબાદ તરફ વહે છે. ત્યાર પાકિસ્તાની એકસપર્ટ ટીમને પણ આમંત્રણ આપ્યું હતુ. ભારતે હાઈડ્રોપાવર પ્રોજેકટના નિર્માણ માટેની તૈયારી દર્શાવી છે. આ પૂર્વે બંને ડેલીગેશન વોટર કમીશન અંગેની ચર્ચા કરી હતી. પાકિસ્તાન તરફથી સિંધુ નીર માટે સૈયદ જોહેર અલી શાહે જવાબદારી સંભાળી હતી.
કરારો મુજબ પકાલદુલની લંબાઈ પાંચ મીટર જેટલી ઘટાડવાની પાકિસ્તાને માગં કરી હતી અને ૪૦ મીટરની હાઈટ પર સી લેવલ બનાવવાનું કહ્યું હતુ ભારત-પાક. વચ્ચે સિંધુ નદી અંગે ૧૯૬૦માં કરારો થયા હતા વોટર કમિશન મુજબ બંને દેશોએ વર્ષમાં બે વખત પ્રોજેકટો માટે ટેકનીકલ વિઝીટ લેવી પડશે.