ભારત અને બ્રાઝીલ વચ્ચે આર્થિક સંબંધો પ૦૦ વર્ષથી જુના છે બે સદીઓ પહેલા ભાવનગરના મહારાજાએ ગીર ગાયની નસલ બ્રાઝીલ મોકલીને આ સંબંધો વધુ મજબુત બનાવ્યા હતા. ત્યારથી આજ સુધીમાં બ્રાઝીલમાં ગીર ગાયની નસલના વિકાસ માટે ખુબ જ મહેનત કરવામાં આવી છે. જેના પરિણામે બ્રાઝીલમાં ભારત કરતા વધુ ગીર ગાયની ઓલાદ જોવા મળે છે.
આમ તો ભારત અને બ્રાઝિલ વચ્ચે ૧૪૮૭૫ ઍર કિલોમીટરનું અંતર છે પણ બન્ને દેશો વચ્ચે ૫૦૦ વર્ષ પહેલા શરૂ થયેલા વ્યવસાયિક સંબંધો આજે ફરી મજબુત બન્યા છે.., બન્ને દશો વચ્ચે થયેલા એક સાથે થયેલા ૧૫ સમજૂતિ કરારના કારણે..! ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ નરન્દ્ર મોદી અને બ્રાઝિલના પ્રેસિડેન્ટ જૈર મેસિયસ વચ્ચે થયેલા આ કરારોના પગલે હવે બન્ને દેશો ડિફેન્સ, સિક્યોરિટી, કૄષિ, એનર્જી, પર્યાવરણ, હેલ્થ તથા વૈશ્વિક આતંકવાદના મામલે સહિયારા પ્રયાસો કરશે. ખાસ કરીને ખાંડ એક એવી કોમોડિટી છે જે બન્ને દેશોને વધુ નજીક લાવવાની છે. બ્રાઝિલનાં ઇથેનોલનાં ઉપયોગનાં જે અત્યાધૂનિક પ્રોજેક્ટ ચાલે છે તેના વડે ભારત પોતાની ક્રુડતેલની જરૂરિયાત ઘટાડી શકે છે.
અહીં સવાલ એ થાય કે આ સમજૂતિ કરારમાં ફાયદો બ્રાઝિલને કે ભારતને? હાલમાં થયેલા કરારમાં ભારતે શેરડીનાં ખેડૂતોને સરકાર દવારા મળતી સહાય બાબતે ઠઝઘ માં બ્રાઝિલે કરેલી ફરિયાદને પાછી ખેંચવાનું નક્કી કરીને દેશના ખેડૂતો તથા શુગર ઇન્ડસ્ટ્રીને બચાવી લેવામાં સફળતા મેળવી છે. આ સાથે જ વૈશ્વિક બજારમાં ભારતને ખાંડની નિકાસ કરવામાં ફાયદો થશે. આ ઉપરાંત પશુસંવર્ધન તથા ડેરી ઉદ્યોગમાં પણ બન્ને દેશો એકબીજાની ખાસિયતની આપ-લે કરશે. હાલમાં ભારતના એગ્રો કેમિકલ્સ, સિન્થેટિક યાર્ન, ઓટો પાર્ટસ, દવા, પેટ્રોલિયમ પ્રોડક્ટસ, જેવા ઉત્પાદનો બ્રાઝિલમાં નિકાસ થાય છે. જ્યારે ખાંડ, મિનરલ, વેજીટેબલ તેલ, સોનું, જેવા ઉત્પાદનો ભારતીય બજારમાં વેચાય છે. વર્ષ ૨૦૧૮ નાં આંકડા પ્રમાણે બ્રાઝિલમાં ભારતીય કંપનીઓનું કુલ છ અબજ ડોલરનું મુડીરોકાણ છે જ્યારે બ્રાઝિલની કંપનીઓનું ભારતમાં એક અબજ ડોલરનું રોકાણ છે. હાલનાં કરારો મારફતે બન્ને દેશોએ વર્ષ-૨૦૨૨ સુધીમાં દ્વીપક્ષીય વ્યાપાર ૧૫ અબજ ડોલર સુધી વિકસાવવાનું લક્ષ્યાંક રાખ્યું છે. વર્ષ-૨૦૧૮-૧૯ માં દ્વિપક્ષીય વેપાર ૮.૨ અબજ ડોલરનો હતો. જેમાં ૩.૮ અબજ ડોલની ભારતીય નિકાસ હતી જ્યારે ૪.૪ અબજ ડોલરની બ્રાઝિલ દ્વારા ભારતમાં નિકાસ થઇ છે. એમ તો હવે ભારતનાં આયુર્વેદ તથા યોગાને પણ બ્રાઝિલમાં લોકપ્રિય બનાવવાની વાત છે. વર્ષ ૨૦૧૪ માં બન્ને દેશો વચ્ચેનો વેપાર ૧૧.૪ અબજ ડોલરે પહોંચ્યો હતો. જેના કારણે બ્રાઝિલ ભારતનાં ટોચના ૧૦ વ્યવસાયિક મિત્ર દેશોની યાદીમાં આવી ગયું હતું. પરંતુ ત્યારબાદ ૨૦૧૫ માં બ્રાઝિલ મંદીનાં ભરડામાં ફસાતા દ્વિપક્ષીય વ્યાપાર ઘટવા માંડ્યો હતો.
યાદ રહે કે ૧૯૬૮ ની સાલ થી ૨૦૧૪ ની સાલ સુધીમાં ભારતે બ્રાઝિલ સાથે કુલ ૧૭ સમજૂતિ કરાર કર્યા છે. જ્યારે હાલમાં ભારતે એક સાથે ૧૫ કરાર કર્યા છે. એમ તો ભારત અને બ્રાઝિલ ઇછઈંઈજ, ઈંઇજઅ, ૠ૪, ૠ૨૦ જેવા વૈશ્વિક સંગઠનોમાં એક બીજાને સહયોગ આપીને કામ કરી રહ્યા છે. આમ તો સમગ્ર લેટિન અમેરિકા તથા કેરેબિયન દેશોનાં વિસ્તારમાં ભારતના બ્રાઝિલ સાથે સૌથી વધારે સુદ્રઢ સંબંધો છે.
પરંતુ બન્ને દેશો ખાંડના ઉત્પાદન તથા નિકાસમાં એકબીજાને પ્રતિસ્પર્ધી માનતા હોવાથી વિપરીત સંજોગો સર્જાય છે. આ ઉપરાંત વૈશ્વિક મંચ પર બન્ને દેશોના વિઝન એકસમાન ન રહેતા ટીકા થાય છે. આ ઉપરાંત પર્યાવરણમાં થતા ફેરફાર અંગે ભારતે કરેલા સર્વેને બ્રાઝિલે માન્ય નથી રાખ્યો. આ ઉપરાંત પરંપરાગત રીતે ચીનએ બ્રાઝિલનું સૌથી ફેવરિટ ટ્રેડ ડેસ્ટિનેશન છે.
આવા મુદ્દાઓને સુલટાવવા માટે હવે ભારત અને બ્રાઝિલે ક્ધસલ્ટેશન ફોરમ ઉભુ કરીને પ્રતિનીધિ મંડળો વચ્ચે બેઠક કરવાનું નક્કી કર્યુ છે. જેમાં ઉપરોક્ત મુદ્દાઓ ઉપરાંત સાયબર ક્રાઇમનાં મામલાનો પણ નિકાલ લાવવામાં આવશે.
સાલ ૨૦૧૪ પછી બ્રાઝિલની ભારતમાંથી ડિઝલની આયાતમાં ૪૦ ટકા જેટલો ઘટાડો તો હોવાથી બન્ને દેશો વચ્ચેની વ્યવસાયિક ખાધ વધી છે. અગાઉ વર્ષ-૨૦૦૩ મા ડિફેન્સ માટે પણ બન્ને દેશો વચ્ચે કરાર થયા હતા પરંતુ તેમા વિશેષ પ્રગતિ થઇ શકી નહોતી. હવે ફરી આ ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કરાયું છે.
ડિપ્લોમેટિક શબ્દોમાં કહીએ તો જ્યારે કોઇ બે દેશો વચ્ચે વ્યવસાયિક કરાર થાય ત્યારે સૌથી મોટો મુદ્દો એ હોય છે કે બન્ને દેશોમાંથી કોણ નિયમો તૈયાર કરે છે. વૈશ્વિક દરિયાઇ માર્ગો ઉપર દર વર્ષે ૫૦ કરોડ મરિન ક્ધટેનર ફરતાં હોય છે. જેમાંથી ૯૦ ટકા વૈશ્વિક વ્યાપાર માટેના હોય અને ૧૦ ટકા સ્થાનિક વેપાર માટેના હોય એવું માનીએ તો વૈશ્વિક બજારમાં વેચાતા માલનો કેટલો હિસ્સો ભારતના ફાળે આવે છે તે મહત્વનું છે. આમેય તે બ્રાઝિલીયનોને ગાંધીજીની ફિલસુફી ગમે છે. તો પછી ભારતીય વસ્તુઓ વધારે ગમતી કેમ ન થઇ શકે..? આવા સમજૂતિ કરારોને બંધ દરવાજા ખોલવાની ચાવી માની શકાય..!