બાબરા પંથકના આડેધડ ઉભી કરવામાં આવતી પવન ચકકીમાં વિજળી બનતી બનશે પણ સમસ્યાઓ માટે પવન ચકકી કારણભૂત બનતી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે.બાબરા પંથકમાં બનતી પવનચકકીના કારણે પક્ષીઓના અકસ્માત, ધુળની ડમરીઓના કારણે ખેડુતોના મોલને નુકશાન થાય છે.પવનચકકીના વાહનો માટે નદીની ભેખડો ખોદી નાખવામાં આવતા ખેતરોમાં પાણી ઘુસી જવાનો ભય ઉભો થાય છે. આ અંગે કિશાન સંઘ દ્વારા અપાયેલ આવેદન અંગે પણ કોઇ કાર્યવાહી થઇ નથી.પવન ચક્કીઓ બને છે પણ જળ/જાડ પાન પશુ પક્ષીઓ ને વ્યાપક નુકસાન પણ કરે છે ખેડૂતો ને પણ નુકસાન કરે છે ઉભા મોલ ને પાકો ને ધૂળ ની ડમરીઓ કાળુંભાર નદી એક જૂનો પુલ ક્ષતીગ્રસ્ત થઈ ગયો છે પવનચકકીના વાહન ચાલી ચાલી ને બાજુ માં ટેમ્પરવારી રસ્તો કરવા માટે નદી બુરી દિધી છે ઉંચો ભેખડોે એક ખોડી નાખ્યો છે જેને લીધે બાજુ ના ખેતરોમાં પાણી ઘુસી જવાનો પણ ભય રહે છે
આ બધા પ્રશ્નો માટે થઈ ને થોડો સમય પહેલા મામલતદાર કચેરી બાબરા ખાતે કિસાન સંઘ આજુબાજુ ના ખેડૂતો દ્વારા આવેદન પત્ર પણ આપવામાં આવેલ હતું જેની આજ દિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થયેલ નથી. આ પવન ચક્કી ને લીધે પશુ પક્ષીઓ ને નુકસાન થાય છે અગાવ કુંડળ ની સિમ માં ઘણા મોર ના મૃત્યુ થયા હતા. પશુઓ માં ગાય બળદ પશુઓ ને પણ પવન ચક્કી ના અવાજ થી નુકસાન થાય છે આજાદી થી ઉડી પણ શકતા નથી એ બાબત આગામી સમય માં કરુણા પરિવાર ટ્રસ્ટ મુંબઈ ના મેનકા ગાંધી જી ને મળી આ બાબત પુરી વાત થી વાકેફ કરી એ બાબત જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં રજુવાત કરવામાં આવશે અન્યથા હાઈ કોર્ટ માં આ બાબત રીટ પિટિશન દાખલ કરવામાં આવસે તેવી તૈયારી કરાઇ હતી.