વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતાની સાથે જ કોર્પોરેશન દ્વારા ફરી એકવાર શહેરના અનેક રાજમાર્ગો પર આડેધડ ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે રોડ પર બે કે ત્રણ મહિના પહેલા ડામર-પેવર કરવામાં આવ્યો હતો. ત્યાં પણ ખોદકામ શરૂ કરી દેવામાં આવતા શહેરીજનોમાં ભારે આશ્ર્ચર્ય વ્યાપી જવા પામ્યું છે. ફાઇબર ઓપ્ટિકલ માટે વાયરો પાથરવા, ગેસ અને ડીઆઇ પાઇપલાઇનના નેટવર્ક માટે રોડ ખોદવામાં આવી રહ્યાં છે. શહેરના વોર્ડ નં.7માં એસ્ટ્રોન ચોક થી મહિલા કોલેજ ચોક સુધીના વિસ્તારમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હોવાના કારણે જાગનાથની અલગ-અલગ શેરીઓમાં જવા માટેનો રસ્તો બંધ થઇ ગયો હોય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ રજપૂત પરા વિસ્તારમાં છેલ્લાં એક પખવાડીયાથી પણ વધુ સમયથી રોડ ખોદવામાં આવી રહ્યાં છે. જેથી ટ્રાફીકજામ સહિતની સમસ્યામાં વધારો થયો છે. જે રાજકોટવાસીઓએ ભાજપના ઉમેદવારોને ખોબલા મોંઢે મત આપીને ધારાસભ્ય તરીકે ચૂંટી કાઢ્યા છે તે જ ભાજપના શાસકો લોકોને હવે હાલાકી પ્રદાન કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. (તસ્વીર: શૈલેષ વાડોલીયા)
Trending
- લ્યો……હવે નકલી તેલના ડબ્બા પણ થયા જપ્ત!!!
- રાજકોટમાંથી 10 અને વડોદરમાંથી 5 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા!!!
- મોરબી: ખુલ્લા ગટરના નાલાએ માસૂમ બાળકનો ભોગ લીધો !!
- બાંદીપોરામાં 10માં આ*તં*ક*વા*દીનું ઘર બ્લાસ્ટ કરી તોડી પાડ્યું
- ટ્રાન્સફર દરમિયાન કેદી ફરાર !!
- પાલીતાણા ખાતે મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં પહેલગાંવ હુ*મ*લા*ના મૃ*ત*કો માટે પ્રાર્થના સભા યોજાઈ
- અલ્પેશ કથિરિયા પહોંચ્યા ગોંડલ,ગણેશ જાડેજાના સમર્થકો વિરોધ કરવા થયા એકઠા
- મુંબઈમાં EDના કાર્યાલયમાં ભીષણ આગ….