વિધાનસભાની ચૂંટણીને આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન ખુદ પ્રાચારમાં ઉતર્યા છે. રાજકોટથી તેઓ મોરબી સભા માટે રવાના થઇ મોરબી પહોંચી ચૂક્યા છે. મોદીએ સભા સંબોધનમાં જણાવ્યું હતું કે, કેમ છો બધા, લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે મોરબી આવ્યો હતો. કોણ જાણે કેમ મોરબી સાથેનો મારો નાતો હંમેશા રહ્યો છે. મોરબીની મચ્છુ હોનારતને યાદ કરી મોરબી આવ્યો હતો. ત્યારે અમે મડદા ઉલેચ્યા હતા અને રાહુલના દાદી ઇન્દિરા ગાંધીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો.
મોરબીમાં જનસભાને સંબોધન:
સુખ દુઃખના સમયે મોરબી સાથે રહ્યોઃ મોદી
એક ફરિયાદ કરું? 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે મને વડાપ્રધાનના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યો હતો અને પ્રચાર માટે હું મોરબી આવ્યો હતો, એ વખતે અહીં સભામાં આનાથી અર્ધા પણ નહતા આવ્યા. અને આજે આટલો મોટો માનવ મહેરામણ! બોલો મારી ફરિયાદ સાચી કે ખોટી? : મોરબીમાં મોદી આખા દેશમાં મોરબીનું નામ ચમકે છે.મોરબી તેના ટાઈલ્સ ઉદ્યોગના કારણે દેશભરમાં ઓળખાય છે. મચ્છુ હોનારત બાદ પુર્નનિર્વાસે મોરબીના વિકાસને આપ્યો વેગ:PM નરેન્દ્ર મોદી
એક જ કુટુંબે અત્યાર સુધી રાજ કર્યું
એક જ કુટંબે દાયકાઓ સુધી રાજ કર્યું છે. તેઓ ગુજરાતની ધરતી પર આવી અનાબસનાબ બોલે છે તો શું તેને તમે માફ કરશો. ગુજરાતની જનત તેના કોઇ દિવસ માફ ન કરે. 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરી દઇશું. પાટીદારોની સાથે મોરબી ભોજપનો ગઢ ગણાય છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને કલ્પના નહોતી કે ખેતરમાં પાણી આવશે તે અમે સાકાર કર્યું છે. કોંગ્રેસને દુખે છે પેટ ફૂટે છે માથું, બધુ લૂંટાઇ ગયું છે, ધીમે ધીમે તેના બધા દરવાજા બંધ થાય છે.