સામાજિક સેવાદિતાનું કાર્ય કરતા કર્મવીરને કોમી એકતા એવોર્ડ અપાયા
અબતક,નટવરલાલ ભાતિયા,દામનગર
પ્રિયદર્શની ઇન્દિરા ગાંધી ના જન્મ દિન ને કોમી રક્ત સપ્તાહ તરીકે ઉજવાય છે 19-25 નવેમ્બર કોમી એકતા સપ્તાહ દરમ્યાન ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં કોમી-એકતાના અભાવના પ્રસંગે અનેક ગરીબ નિર્દોષ ને સહાયરૂપ કુટુંબોને જાનમાલની હાનિ ભોગવવી પડે છે તે નિવારવા અને મદદ રૂપ થવા આ દિન ઊજવવામાં આવે છે તે અંગે કાર્યક્રમો કોમ જ્ઞાતિ વંશ કે આતંકવાદી હિંસાના શિકાર બાળકને નાણાકીય સહાયત પૂરી પાડી તેમનો માનસિક અને શારીરિક પુનર્વસન કરતો સહાયતા કાર્યક્રમ ચર્ચાઓ સેમિનાર વર્કશોપ્સ પોસ્ટર સૂત્રો નિબંધ લેખન સ્પર્ધાઓ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે દ્વારા કોમી એકતા અને રાષ્ટ્રીય એકીકરણ વિશે જાગૃતિ ઉત્પન્ન કરતો “ફેલાવ” કાર્યક્રમ અગત્યના ઉત્સવો જેવા કે ઈદ દીપાવલી ક્રિસમસ પર આંતર-કોમ મિલન્સ ને પ્રોત્સાહન આપતો “મિલન” કાર્યક્રમ ફાઉન્ડેશનના કાર્યક્ષેત્રમાં જોડાવા માંગતાં સંગઠનો અને વ્યક્તિઓ ફાઉન્ડેશનનો સંપર્ક કરી ફાળો અને દાન અપાય છે.
બધું જ દાન ઇન્કમટેક્ષ એક્ટના સેકશન 80 જી હેઠળ 100% બાદ કરી અપાય છે તે માટે સેક્રેટરી કોમી એકતા રાષ્ટ્રીય ફાઉન્ડેશન 9 મો માળ સી વીંગ લોકનાયક ભવન નવી દિલ્હી ખાતે આ સંસ્થા કાર્યરત છે આંતર-કોમ ઉત્સવો દ્વારા સુદ્રઢ સમજશક્તિ કોમી એકતા અને રાષ્ટ્રીય એકીકરણને ઉત્તેજન આપતો સમન્વય કાર્યક્રમ એનજીઓસ યુનિવર્સિટીસ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ફાઉન્ડેશનના વિકલ્પોને ઉત્તેજન આપતો સહકાર કાર્યક્રમ કોમી સંવેદનશીલ જિલ્લાઓમાં ફિલ્ડ પરિસ્થિતિનો અભ્યાસ અને તુલનાત્મક ધર્મમાં સંશોધન કરવા માટે ફેલોશીપની મંજૂરી અપાય છે કોમી એકતા અને અથવા રાષ્ટ્રીય એકીકરણને ઉત્તેજન આપતાં અમૂલ્ય ફાળા માટે દર વર્ષે વ્યક્તિગત અને સંગઠન કેટેગરીમાં કોમી એકતા એવોર્ડ આપવામાં આવે છે ઓળખાણ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રીય સામાજિક સંવાદિતા ઉભી કરતા અનેકો કર્મવિરો ને આ ગૌરવ થી સન્માનવા માં આવે છે.