ઇન્દિરા સર્કલ પાસે આવેલા સુઝુકીના સર્વિસ સ્ટેશનમાં મોડીરાતે અચાનક આગ ભભૂકતા આઠ વાહન, ઓઇલ અને સ્પેરપાર્ટ સળગી જતા અંદાજે રૂ.૭૦ લાખનું નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડ સ્ટાફે પાણીનો મારો ચલાવી બુઝાવી નાખી હતી. ઈન્દિરા સર્કલ નજીક આનવેલા આર.બી.મોટર્સ પ્રા.લી. સર્વિસ સ્ટેશનમાં મોડીરાતે ઇલેકટ્રીક શોક સર્કીટના કારણે આગ લાગતા ફાયર બ્રિગેડ સ્ટાફ ચાર ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી. આગના કારણે સર્વિસમાં આવેલા આઠ વાહન, ઓઇલનો જથ્થો અને સ્પેરપાર્ટ સળગી જતા અંદાજે રૂ.૭૦ લાખનું નુકસાન થયાનું સર્વિસ સ્ટેશનના મેનેજર નરેન્દ્રસિંહ ધિલ્લોને જણાવ્યું હતું. સુઝુકી સર્વિસ સ્ટેશનના માલિક ઇશ્ર્વર બેચર આંગડીયા પેઢીના વિષ્ણુભાઇ કાંતીલાલ પટેલ હોવાનું જાણવા મળે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com