જયપુરથી મુંબઈ જનારી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. આ ધમકી પછી અધિકારીઓમાં હોબાળો મચી ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મંગળવારે વહેલી સવારે ઇન્ડિગો કોલ સેન્ટર પર ફોન દ્વારા જયપુર-મુંબઈ ફ્લાઇટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી.જોકે, ત્યારબાદ સંબંધિત સુરક્ષા વિભાગના અધિકારીઓ આ બાબતની તપાસમાં લાગી ગયા છે.
ઇન્ડિગોએ પોતાના અધિકૃત નિવેદનમાં કહ્યું કે અમે તરત મામલાની જાણ બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (બીટીએસી)ને કરી અને તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યું. સંબંધિત અધિકારીઓએ તપાસ કરી અને કોલને વિશિષ્ટ બોમ્બ ખતરા તરીકે જાહેર કરી દીધો. અધિકારીઓની મંજૂરી પછી જ ઓપરેશન્સ સામાન્ય રીતે ફરીથી શરૂ કરવામાં આવશે.
IndiGo call centre received a bomb threat call for its Jaipur-Mumbai flight in the early morning hours today. More details awaited. pic.twitter.com/l3zv1r5HY8
— ANI (@ANI) June 19, 2018