* ભારત બાયોટેડ અને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ દ્વારા વિકસાવાયેલી દેશની પ્રથમ સ્વદેશી રસી ‘કોવિકિસન’નું ત્રીજા તબકકાનું પરિક્ષણ પૂર્ણ થઇ ગયું છે.
* ગુજરાતના ૭૫૦ વોલિયન્ટર્સને અમદાવાદની સોલા સીવીલ હોસ્પિટલ ખાતે આ પરીક્ષણ હેઠળ પ્રથમ ડોઝ અપાયા હતા.
* ૭૫૦માંથી એક પણ વ્યકિતને આડઅસર ન થતા સ્વદેશી રસી કોવેકિસન ત્રીજા પરીક્ષણમાં પાસ થઇ જશે તેવી ધારણા છે.
* ડોકટરોના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર માસના અંતમાં ૧૦૦૦ લોકોને રસી અપાશે. જેમને પ્રથમ ડોઝનો એક મહિનો થઇ ગયો છે તેવા ૧પ લોકોને હાલ બીજો ડોઝ અપાયો છે.
* રસીનો પ્રથમ ડોઝે આપવા કોરોના રીપોર્ટ ફરજીયાત કરાવાનો હોય છે જયારે ત્રીજો ડોઝે માટે આ અનિવાર્ય નથી પરંતુ વોલિયન્ટરોએ ‘સચોટતા’ માટે દસ મહિના સુધી દર માસે ટેસ્ટ કરવો હિતાવહ છે.
સોલા સિવિલના ટીબી અને પલમોનરી વિભાગના વડા ડો. કિરણ રામીએ જણાવ્યા મુજબ, ‘750 જેટલા સ્વયંસેવકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાય હતો. આ સ્વયંસેવકોમાં 50 તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિક અને આરોગ્ય કર્મીઓનો પણ સમાવેશ થાય છે. 25 નવેમ્બરથી સોલા સિવિલમાં કોરોનાની રસીનું હ્યુમન ટ્રાયલ્સ શરૂ કરવામાં આવ્યું છે. ચાલુ મહિનાના અંત સુધીમાં 1,000 જેટલા સ્વયંસેવકોને રસીનો પ્રથમ ડોઝ આપી તેમની તપાસ કરવામાં આવશે. પ્રથમ ડોઝ આપ્યાના 28 દિવસ પૂર્ણ થયા હોય તેવા સ્વયંસેવકોને બીજો ડોઝ પણ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં 15 વોલન્ટિયર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.’