- છેલ્લા 15 વર્ષમાં દેશી દવાઓનું માર્કેટ 44% વધ્યું
- નાણાકીય વર્ષ 2009માં માત્ર 21 બ્રાન્ડ હતી જેમાં 18 ગણો વધારો થતા 388 બ્રાન્ડ સુધી પહોંચી
ભારતમાં છેલ્લા 15 વર્ષમાં રૂપિયા 100 કરોડથી વધુના વેચાણ સાથે ફાર્માસ્યુટિકલ જેનરિક બ્રાન્ડ્સની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે. આ બ્રાન્ડ્સ હવે અંદાજે રૂપિયા 2 લાખ કરોડના સ્થાનિક ફોમ્ર્યુલેશન માર્કેટમાં 44% હિસ્સો ધરાવે છે અને બજાર દર કરતાં વધુ ઝડપથી વધી રહી છે. જ્યારે નાણાકીય વર્ષ 2009માં રૂપિયા 100 કરોડથી વધુના વેચાણ સાથે 21 બ્રાન્ડ્સ હતી, નાણાકીય વર્ષ2024માં આ સંખ્યા વધીને 388 બ્રાન્ડ થઈ હતી, જે 18 ગણો વધારો દર્શાવે છે. મોટી બ્રાન્ડ્સનો હિસ્સો નાણાકીય વર્ષ 2009 માં 52% થી વધીને નાણાકીય વર્ષ 2024માં 78% થયો છે.
કુલ 388 બ્રાન્ડ્સમાંથી 25નું વેચાણ રૂપિયા 500 કરોડથી વધુ અને 79નું વેચાણ રૂપિયા 250 કરોડથી વધુ છે. ભારતમાં એવી કોઈ ફાર્માસ્યુટિકલ બ્રાન્ડ નહોતી કે જેનું વેચાણ નાણાકીય વર્ષ 2009માં રૂપિયા 500 કરોડથી વધુ હોય. રૂપિયા 100 કરોડથી વધુની બ્રાન્ડની આવક વૃદ્ધિએ ઉદ્યોગ કરતાં 1.3 ગણો વધારો કર્યો છે. ભારતીય ફાર્માસ્યુટિકલ માર્કેટ નાણાકીય વર્ષ 2009 અને નાણાકીય વર્ષ 2024 વચ્ચે 11% વધવાની ધારણા છે, જ્યારે બ્રાન્ડ્સ 14% વધશે.
રિપોર્ટમાં મોટી બ્રાન્ડ્સના વિકાસને જીવનશૈલીના રોગો, પ્રચલિત ગુણવત્તાના મુદ્દાઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે જેના કારણે ડોક્ટરો અને ગ્રાહકો મોટી, જાણીતી બ્રાન્ડ્સ પર વધુ નિર્ભર બન્યા છે, તેમજ ફાર્મા કંપનીઓ દ્વારા આક્રમક વેચાણ અને માર્કેટિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. લગભગ 206 બ્રાન્ડ્સ જીવનશૈલી રોગો જેમ કે કાર્ડિયોવેસ્ક્યુલર, એન્ટિ-ડાયાબિટીક, ન્યુરોલોજીકલ અને શ્વસન સંબંધી હતી. 87 ઓવર-ધ-કાઉન્ટર બ્રાન્ડ્સ છે. ફાર્મા કંપનીઓ 25-30% આવકનો 25-30% ડોકટરો સાથે જોડાવા માટે ખર્ચ કરે છે, જેઓ 90% થી વધુ પ્રિસ્ક્રિપ્શન ચલાવે છે. બદલામાં, ડોક્ટરની 98% પ્રિસ્ક્રિપ્શન્સ બ્રાન્ડેડ જેનેરિક્સ માટે છે, જે ગુણવત્તા માટે ટોચની બ્રાન્ડ્સ અને વિશ્વસનીય ફાર્મા કંપનીઓ પર આધાર રાખે છે. અહેવાલમાં જણાવાયું છે કે સ્થાનિક ફોમ્ર્યુલેશન ઉત્પાદકોએ છેલ્લા 6 વર્ષમાં ડોલર 14 બિલિયનથી વધુના સોદામાં મોટા વ્યૂહાત્મક અને ખાનગી ઇક્વિટી રોકાણો આકષ્ર્યા છે.