ગુજસીટોક હેઠળ 16 શખ્સો સામે ગુનો નોંધાયો‘તો ચાર-શખ્સો ગેરહાજર રહેતા અદાલત આગામી મુદતે કેસ ચાર્જ ફ્રેમ કરાશે
જામનગરના ભુમાફિયા જયેશ પટેલના 12 સાગરિતો ઉપર ગુજરાતની વિવિધ જેલોમાંથી રાજકોટ સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં હાજર રાખીને તહોમતનામું ફરમાવવાની કાર્યવાહી સંદર્ભે સુરત અને અમદાવાદ જેલમાં રહેલા 4 આરોપીને અદાલતમાં હાજર રાખી નહીં શકાતા અદાલતે તારીખ 18/11ના રોજ ચાર્જફ્રેમ કરવા જણાવ્યું હતું.
જામનગરના ભાગેડું ભુમાફિયા જયેશ પટેલ અને 12સાગરીતો સામે ” કાયદા હેઠળ નોંધાયેલ ફોજદારી કેસમાં 6માસની અવધી દરમ્યાન તમામ સામે તપાસનીશ અમલદારે એપ્રિલ-2021માં વિવિધ કાયદાની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ થયા બાદની તમામ આરોપીઓની જામીન અરજીઓ રાજકોટની ખાસ અદાલતે તેમજ ગુજરાત હાઈકોર્ટે રદ કરી હતી. ફોજદારી કાયદાની જોગવાઈ મુજબ હવે આ તમામ આરોપીઓ સામે ખાસ અદાલત ” તેમજ ઈન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળ તહોમતનામું ઘડી આરોપીઓ સામેનો પુરાવો નોંધવાની કાર્યવાહી શરૂ કરવા માટે રાજકોટની ખાસ અદાલતે તા. 25/10ના તમામ આરોપીઓને સુરત, બરોડા, અમદાવાદ, જામનગર, રાજકોટ, નડીયાદ વિગેરેની જેલોમાંથી હાજર રાખવાનો આદેશ કર્યો હતો.
જેમાં ભુમાફીયા જયેશ પટેલના મહેતાજી તરીકે કામ કરતા અનિલ દિનેશભાઈ ડાંગરીયા, જયેશ પટેલના વકીલ તરીકે કામ કરતા વસંતલાલ લીલાધર માનસતા, નાણાકીય લેવડદેવડ કરતા મુકેશ વલ્લભભાઈ અભંગી તથા નીલેશ મનસુખભાઈ ટોલીયા, જયેશ પટેલના ” તરીકે કામ કરતા જાડેજા બંધુઓ યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, નાણાકીય લેવડદેવડ અને આંગડીયાની સવલત કરી આપતા તથા વિદેશમાં નાણાં પહોચાડવાની વ્યવસ્થા કરી આપતા જીગર ઉર્ફે જીમ્મી પ્રવિણભાઈ આડતીયા તેમજ પ્રવિણ પરસોતમભાઈ ચોવટીયા, અનિલ મનજીભાઈ પરમાર અને પ્રફુલભાઈ જેન્તીભાઈ પોપટને આજરોજ ખાસ અદાલતમાં હાજર કરાયેલા હતા.
આ ઉપરાંત પ્રજાના સેવક તરીકે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્પોરેટર તરીકે ચુંટાઈ આવી જયેશ પટેલના કોર્પોરેશનના તમામ કામો પુરા કરી આપતા અતુલભાઈ વિઠલભાઈ ભંડેરી તેમજ પ્રજાની જાનમાલની સુરક્ષા માટે પોલીસ અમલદાર તરીકે ફરજ બજાવવાના બદલે જયેશ પટેલ વિરૂધ્ધ ફરીયાદ આપવા આવનાર કોઈપણ વ્યકિતને ડરાવી ધમકાવી આપતા નિવૃત પોલીસમેન વશરામભાઈ ગોવિંદભાઈ મિયાત્રાને પણ ખાસ અદાલતમાં તેઓ વિરૂધ્ધ તહોમતનામું ફરમાવવા માટે હાજર રાખવા હુકમ થયો હતો.
તે પૈકી સુરત જેલમાં રહેલા મુકેશ અભંગી અને અનિલ પરમાર, અમદાવાદ જેલમાં રહેલા નિવૃત પોલીસમેન વશરામ મિયાત્રા અને અનિલ ડાંગરિયા અને હાજર રાખી શકાયા ન હતા, તેથી તેમની ગેરહાજરીમાં સ્પેશ્યલ અદાલતે આજે ચાર્જફ્રેમ કર્યો ન હતો અને તેની તારીખ 18/ 11/ 2021 રાખવામાં આવી છે.આ કેસમાં સરકાર તરફે સ્પે. પી.પી. તરીકે નિમાયેલ જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા હાજર રહ્યા હતા.