‘મૂડીવાદ’ના અર્થતંત્રીય સ્વરૂપમાં જબરી ક્રાંતિ અને સનસનીખેજ ઉથલપાથલનાં ચિન્હો
આર્થિક સ્વરૂપમાં આમૂલ બદલાવની ૨૦૦૮ની ઘટના બાદ પહેલીવાર તદ્ન નવા સ્વરૂપની હિલચાલ: અમેરિકા, બ્રિટન, ચીન, અને વિકસિત રાષ્ટ્રોને ચોંકાવતી અભૂતપૂર્વ નવાજૂની!
કોરોના વાયરસને કારણે વૈશ્વિક ચર્ચા અટકી: ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલે સર્જેલો સન્નાટો
આજથી ૧૦૦ વર્ષ પહેલા એટલે કે પૂરી એક સદી પૂર્વે, મૂડીવાદને પ્રોત્સાહન આપતી દેણુ-ખાધ, વ્યાજ, કરવેરા અને ક્રેડિટ-ડેબિટ વગેરે અર્થતંત્રીય જોગવાઈઓ ધરાવતી- આર્થિક નીતિ આપણે ત્યાં પ્રસ્થાપિત થઈ હતી અને તે સ્વરૂપની પ્રથા (એટલે કે સિસ્ટમ) આપણા વૈશ્ર્વિક આર્થિક વ્યવહારોમાં ચાલી આવતી હતી. હવે કોરોના-વાયરસે સર્જેલી અનેક નવાજૂનીઓને ટાંકણે જ, એ જૂની અર્થતંત્રીય પ્રથાનો વૈશ્ર્વિક સ્તરે સદંતર કડૂસલો સર્જાવાનાં સંકેત તોળાઈ રહ્યા છે.
‘ઈકોનોમિક ટાઈમ્સ’ના આ અહેવાલ ભારતમાં અને વિશ્ર્વના બધા જ વિકસિત દેશોમાં જબરો સન્નાટો સજર્યો છે.
૧૯૫૦માં અર્થશાસ્ત્રી-વિચારક ફ્રાન્કો મોડીગ્લીઆની અને મેર્ટોન મિલ્લરે એમ કહીને એવો સનસનીખેજ વિવાદ સજર્યો હતો કે, કોર્પોરેશન્સ (મૂડીરોકાણકારોએ) તેમના મૂડી રોકાણમાં ખાધ (ડેટા) અને ઈકવીટીને જોડવા સંબંધમાં તેમનો કશોજ ચંચૂપાત ન હોય એ જોવું જ જોઈએ.
એ પછી પાંચ વર્ષ બાદ પ્રોફેસર્સ લોકોએ એમાં સુધારો કરાવ્યા હતો અને એક ડોલર જેટલી ખાધ (ડેટા)ના સંજોગોમાં પેઢી (ફર્મ)ના મૂલ્યમાં ૫૦ સેન્ટની વૃધ્ધિ કરવાની થશે.
૧૦૦ વર્ષપહેલા અસ્તિત્વમા આવેલી પ્રથામાં મૂડીવાદનો હાથ ઉંચો રહે એવી પ્રથા હતી.
એમાં ડિવિડન્ડ (શેરની કિંમતને લગતું વ્યાજ)ને સાંકળતો ઢાંચો કંપનીઓ માટે એટલે કે ટેકસ સંબંધી બાબતમાં આર્થિક રીતે પ્રોત્સાહક બનતો નહતો, અને વર્કર્સને સંતોષતો ન હતો.
અહીં ખાસ નોંધપાત્ર બાબત તો એ છેકે, ૧૯૧૮માં ‘ઈકોનોમિસ્ટ’ આસામીઓની એવી ધારણા હતી કે, વોર-ટાઈમ (યુધ્ધકાળમાં) કંપનીઓને જે અઢળક પ્રોફીટ ટેકસ મળ્યો છે તે ‘સ્પેનિસ ફલુ’ની વ્યાપક કુદરતી આફત વખતે તેને લગતી જરૂરતમાં વપરાશે અમેરિકાએ આ વાતમાં છૂટછાટ કરી હતી. અને સંબંધિત કંપનીઓને રાહત મળે એવો અભિગમ અપનાવ્યો હતો.
આ રીતે કંપનીઓનાં કારોબારમાં કંપનીઓને અને તેના વર્કર્સને લાભ મળી શકતો હતો. પરંતુ મૂડીરોકાણકારોને ડિવિડન્ડ (વ્યાજ)નો આકર્ષક લાભ મળી શકતો ન હતો.
અત્યારની પ્રથામાં ઈકવીટીલક્ષી મોટી મોટી રકમોનાં બેંકો સાથે પણ અયોગ્ય સ્વરૂપનાં સાટાદોઢા થતાં રહ્યા હતા. જે બેંકો માટે હાનિકર્તા અને કોઈ કોઈ વાર તો બહું મુંઝવણ રૂપ બનતા રહ્યા હતા.
આપણા દેશમાં બેંકોનો કેટલી હદે ગેર ઉપયોગ થયો અને તેને કારણે આપણે દેશની બેંકીંગસિસ્ટમને કેટલી કપરી હાલતમાં મૂકાવું પડયું, એ દેશ વિદેશમાં કોઈથી અજાણ્યું નથી.
અને હા, વૈશ્ર્વિક અર્થતંત્રમાં ‘ખાધ’ની નીતિ રીતિ હવે જોર પકડી રહી છે. ચીને પોતાના વિકાસદરને ઉંચો લઈ જવા અને તેને વિશ્ર્વની હરોળમાં પહોચાડવા ‘બોરોઈગ્સ’ (દેણુ) વધાર્યે રાખવાની રમત ચાલુ રાખી છે. ૨૦૧૦ થી ૨૦૧૮ સુધમાં વ્યાજ ઉપર ખાનગી ધિરાણ મેળવ્યા કરવું, પેન્શન ફંડ અને અન્ય બેંક સિવાયના સંસાધનો દ્વારા મેળવી મેળવીને તેણે ૧૦૦ અબજ ડોલર એકત્ર કરી લીધા છે. યુ.કે. સહિત વિકસિત રાષ્ટ્રોને પણ આ પ્રકારનાં વૈશ્ર્વીક યુધ્ધમાં સામેલ થવું પડયું છે.
ઈકોનોમિકસ ટાઈમ્સે આ અહેવાલની સાથે એવો નિર્દેશ કર્યો છે કે, સમગ્ર વિશ્ર્વની વર્તમાન અર્થતંત્રીય પ્રથા કડૂસલાને આરે છે. અને નવી સનસનીખેજ તદ્ન બદલાવ ધરાવતી પ્રથા વૈશ્ર્વિક અર્થતંત્રનાદરવાજે ટકોરા મારે છે. ત્યારે કોરોના-વાયરસે આ હલચલને તત્પૂરતી બ્રેક મારી છે.
કેપિટલ, રિબેટસ, અને કર્મચારીઓનાં વેતન ભથ્થાંને સ્પર્શતી અને બાર્ગેઈન પ્રથાને અવકાશ સાથે તિવ્ર સ્પર્ધાને અવકાશ આપતી આ નવી પ્રથા ભલભલા અર્થતંશાસ્ત્રક્ષઓને દંગ કરી દેવાની સંભાવનાધરાવે છે.
સદી પૂર્વે અસ્તિત્વમાં આવેલી આ નવી જ પ્રથાનો વિરોધ થવાનો સંભવ છે.
‘સ્પેનિશ ફલુ’એ મચાવેલા હાહાકાર વખતે સર્જાયેલા વખતે નિષ્ફળ ગણગણાટ બાદ આ પહેલી વખત જ આ સદી જૂની પ્રથાને બદલવાની આ સનસનીખેજ વૈશ્ર્વિક સ્તરની હિલચાલનો જબરો વિરોધ થઈ શકે છે. ત્યાં સુધી આખી દુનિયાને એ નિરાંતે ઉંઘવા દે તો તે નવાઈ લેખાશે!