આગામી ૩૭ વર્ષ સુધી કામ કરનારાઓની સંખ્યા વધવાથી દેશના અર્થતંત્ર માટે વિકાસની ઉજળી તકો
વસ્તી વધારાની સમસ્યા વિશ્વના અનેક વિકિસત દેશોનાં આર્થિક વિકાસ માટે બોજારૂપ બની રહી છે ત્યારે હવે ભારતમાં કાર્યક્ષમવય ધરાવતા યુવાવર્ગની વધતી વસ્તી અર્થતંત્રના વિકાસ માટે આશીર્વાદ રૂપ બનવા જઈ રહી છે જે રીતે વસ્તી વધારો વિકાસ માટે અભિશાપ ગણાય છે તે હાલ ભારત માટે આર્શીવાદરૂપ બની રહ્યું છે. ભારતના વસ્તીવધારાનો અત્યારે ૩૭ વર્ષના ટોચ ઉપર પહોચી ગયો છે.
ભારતના વસ્તી વિષયક લાભાંશની સ્થિતિ અંગે ચાલી રહેલા સર્વેમાં ૨૦૧૮ સુધી ભારતની ૧૫ થી ૬૪ વર્ષની વય કાર્યક્ષમ વસ્તીનાં વૃધ્ધિ દર આશ્રિત વસ્તી એટલે કે ૧૪ વર્ષથી નીચેના અને ૬૫ વર્ષથી વધુ વય ધરાવતા લોકો કરતા વધુ રહેવા પામ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં હવે બેસીને ખાવા વાળા લોકો કરતા કામ કરવાવાળા લોકોની વસ્તી આગામી ૩૭ વર્ષ ટલેકે ૨૦૫૫ સુધી વધુ રહેશે. ભારતની વસ્તી વિષયક બાબતે અત્યારે વસ્તી વધારાના લાભાંશના ૩૭ વર્ષના સુવર્ણયુગમાં પ્રવેશી ચૂકયો છે.
એશિયાની ઘણી આર્થિક મહાસતાઓ જાપાન, ચીન, દક્ષિણ કોરિયા સહિતના દેશો વસ્તી વિષયક લાભાંશનો આર્થિક સશકિતકરણ માટે ઉપયોગ કરનારા દેશો બની રહ્યા છે. સંયુકત રાષ્ટ્રવસ્તી ભંડોળ યુએનએફપીએ દ્વારા વસ્તી વધારા અંગેના સર્વેમાં વસ્તી લાભાંશનો અર્થતંત્રમાં કેવી રીતે ફાયદો થાય છે તેનો સર્વે હાથ ધર્યો છે. વસ્તુ વિષયક લાભાંશની અસરકારકતા પ્રજોપતિદર (મહિલાનો જન્મદર)માં ઘટાડો અને જીવન રેખામાં વધારાના પરિબળથી શકય બને છે.
ભારતમા વસ્તી વિષયક લાભાંશનાં આંકડાઓમા અત્યારે આશ્રિત વસ્તીનોદર ઘટી રહ્યો છે. ૧૯૫૦માં ભારતમાં આશ્રિતોની ટકાવારી ૬૮.૪૨ ટકા હતી જે ૧૯૬૬માં વધીને ૮૧.૫% થઈ ગઈ હતી તેની સામે જન્મદર ૫.૭% અને સરેરાશ આયુષ્ય ૮૬.૧ વર્ષ રહ્યું હતુ. ૧૯૯૪માં સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. આશ્રિતોની ટકાવારી ઘટીને ૭૦% જન્મદરમાં ઘટાડો થઈને ૩.૮ ટકા અને સરેરાશ આયુષ્ય ૫૬.૧માંથી વધીને ૫૯ વર્ષ રહ્યું ૨૦૦૫માં આશ્રિતોની ટકાવારી ૬૦% જન્મદર ૩.૧૫ નહિવત વધારો જીવન ૬૩.૫ વર્ષ હતો.
વર્ષ ૨૦૧૮માં આ સુધારો ટોચે પહોચ્યો છે. આશ્રિતોની વસ્તી ઘટીને ૪૯.૮% જન્મદર ઘટીને ૨.૨૪% અને સરેરાશ આયુષ્યમાં વધારો થઈને ૬૯.૨ વર્ષ થવા પામ્યો છે. સુધારો આગામી ૩૭ વર્ષ સુધીચાલુ રહેશે. ભારતનાં અર્થતંત્ર માટે બેસીને ખાવાવાળા લોકોની સંખ્યા કરતા કામ કરનારાઓની સંખ્યા વધવાનો આ દોર આગામી ૩૭ વર્ષ સુધી ચાલુ રહેશે જે ભારત માટે આર્શીવાદરૂપ રહેશે. વસ્તી વિષયક લાભાંશ મેળવનારા દેશોમાં જાપાન સૌથી મોખરે રહ્યું છે. જાપાને ૧૯૬૪ થી ૨૦૦૪ સુધીમાં યુવાનોને કામ કરનારાઓની વધુ વસ્તીનો ભરપૂર લાભ લઈને વિશ્વમા સૌથી વધુ વિકાસ પામ્યો છે.
જાપાન પછી ચીને ૧૯૬૪માં વસ્તી વિષયક લાભાંશ લેતુ રાષ્ટ્ર બન્યું હતુ ૧૯૭૮ થી ૧૯૯૪નો સુધીનો સમય ગાળો ચીન માટે શુકનવંતો બન્યો હતો. સીંગાપુરમાં દસ વર્ષ સુધી ચાલ્યો હતો અને બે વર્ષમાં ૭ ટકાનો વૃધ્ધિદર પ્રાપ્ત કરી દસમાંથી ૨માંથી ચારગણુ લાભ મેળવ્યું હતુ ઉત્તર કોરિયા ૧૯૮૭ થી દસ વર્ષ સુધી વસ્તી વિષયક લાભાંશથી અર્થતંત્રને વેગવાન બનાવ્યું હતુ. અલબત બદલાતા જતા વસ્તીના વય આધારિત માળખાથી માત્ર અર્થતંત્રને જ વેગ મળતો નથી પરંતુ તેની સાથે સાથે અન્ય લાભ પણ મળે છે.
એશિયાના અનેક દેશોમાં આ કારણે સાતગણો વિકાસ નોંધાયો છે. જયારે લેટીન અમેરિકામાં માત્ર બે ગણો જ વિકાસ થયો હતો. વસ્તી વિષયક લાભાંશની અસર અર્થતંત્ર ઉપરાંત શિક્ષણ, ટેકનોલોજી પર પણ થાય છે. યુવાનોની જનસંખ્યાનો વધારાના લાભલેનારા દેશો માટે યુવાનોને સારૂ આરોગ્ય ગુણવતા યુકત શિક્ષણ અને યોગ્ય રોજગારીની વ્યવસ્થા ઉભી કરી પ્રજાને વધુ સુખ આપવાની જવાબદારી ઉપાડવાની ફરજ બને છે. ભારતમાં ૨૦૧૮થી આગામી ૩૭ વર્ષ સુધી દેશમાં બેસીને ખાવાવાળાઓ કરતા કામ કરવા વાળાઓની વધુ જન સંખ્યાના સુવર્ણયુગમાં પ્રવેશી ચૂકયું છે.