બીજા ટી-20માં સૂર્યની તોફાની સદી અને હુડડાની ચાર વિકેટ ટીમના વિજય માટે આધાર સ્તંભ બની!!!

ભારત ત્રણ ટી-ટ્વેન્ટી અને ત્રણ વન-ડે ન્યૂઝીલેન્ડ સામે રમવા માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ ખેડયો છે. પ્રથમ ટી20 વરસાદના કારણે ધોવાઈ ગયો હતો. જ્યારે બીજા ટી 20 માં સૂર્ય કુમાર યાદ આવે પોતાની આગવી છાપ સાથે તોફાની સદી ફટકારી હતી અને ન્યૂઝીલેન્ડને બેક ફૂટ ઉપર ધકેલી દીધું હતું તો બીજી તરફ ભારતના બોલીંગ યુનિટમાં પણ દીપક હુડડાએ ચાર ઉપયોગી વિકેટ ઝડપી હતી.

ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાની 65 રનથી ધમાકેદાર જીત થઈ છે. સૂર્યકુમાર યાદવે આ મેચમાં સદી ફટકારી પોતાની ક્ષમતા પુરવાર કરી દીધી છે. ત્રણ ટી-20 મેચની સિરીઝમાં ભારત 1-0થી આગળ છે.ભારતીય ટીમે એક શાનદાર જીતની સાથે નવા સમયની શરૂઆત કરી છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતીય ટીમે ટી20 સિરીઝની બીજી મેચમાં ન્યુઝીલેન્ડને 65 રનના મોટા અંતરેથી હરાવી દીધુ છે.

સૂર્યકુમાર યાદવની બેટિંગે કીવી ટીમની સામે 192 રનનુ લક્ષ્ય મૂક્યુ હતુ. ન્યુઝીલેન્ડને પણ આનો જવાબ આપવા માટે જોરદાર બેટિંગ જરૂર હતી. આ માટે યુવા ઓપનર ફિન એલન પાસેથી તાબડતોડ બેટિંગની આશા હતી પરંતુ ભુવનેશ્વર કુમારે માત્ર 2 બોલમાં જ તેમને પાછા મોકલી દીધા. દિપક હુડાયે પણ જનજાવતી બોલિંગ કરી ચાર મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી અને તેમને વિજય અપાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.