વર્લ્ડ વેટ્રેન્સ ટેબલ ટેનીસમાં સુરત- અમદાવાદના ખેલાડીઓએ મેડલ મેળવી ગૌરવ વધાર્યુ
આરબ દેશના કતાર (દોહા) ખાતે તાજેતરમાં ઇન્ટરનેશનલ ટેબલ ટેનીસ ફેડરેશન દ્વારા રમાયેલ વર્લ્ડ વેટ્રેન્સ ટેબલ ટેનીસ માં ૨૮ દેશના ૧૫૦ થી વધારે ખેલાડીઓ રમવા આવેલ હતા. તેમાં ૭૦-૭૪ વય જુથમાં ભારત ના ૨ નામાંકિત ખેલાડીઓ શ્રી બળવંતભાઈ કંસારા (અમદાવાદ) અને શ્રી નઝમિભાઈ કિનખાબવાલા (સુરત) એ ભાગ લીધેલ.
નઝમીભાઈ કિનખાબવાલા એ ભારત તરફ થી રમીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવેલ. જ્યારે શ્રી બળવંતભાઈ કંસારા અને નઝમીભાઇ કિનખાબવાલા ની જોડીએ મેન્સ ડબલ માં રમીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ મેળવી ભારત નું ગૌરવ વધાર્યું છે.
આ અગાઉ પણ આ બંને ખેલાડીઓ એ શ્રીલંકા ખાતે ૨૦૧૭ માં રમાયેલ સાઉથ એશિયા વેટ્રેન ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને નામના મેળવેલ.
બળવંતભાઈ કંસારા અને તેમની ટીમે ૨૦૧૮ માં પણ ઇન્દોર ખાતે રમાયેલ ઇન્ડિયા માસ્ટર ચેમ્પિયનશિપ માં બ્રોન્ઝ મેડલ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. આમ વિશ્વ ફલક ઉપર આ બંને ખેલાડીઓએ ભારતનું નામ રોશન કરેલ છે.