Abtak Media Google News

રાજસ્થાન બોર્ડર ઉપર ‘સિંધુ સુદર્શન-૭’ નામક યુદ્ધ કવાયતમાં આર્મી એર ડિફેન્સ, એટેક હેલીકોપ્ટર તથા કોમ્બેટ વ્હીકલ સહિત અનેકવિધ શસ્ત્રોનું પરીક્ષણ થશે

વિશાખાપટ્ટનમ ખાતે આજથી ૪ દિવસ સુધી દરિયાઈ સુરક્ષા માટે પણ પરીક્ષણ હાથ ધરાયું: આઈએનએસ જલસવા શીપને ઉતારાઈ મેદાનમાં

દેશ દ્વારા દેશની સરહદીય સુરક્ષાને ધ્યાને લઈ અને બાહ્ય દુશ્મનોથી દેશનું રક્ષણ થાય તે દિશામાં હાલ ભારત દેશ દ્વારા અનેકવિધ પ્રકારે પગલા લેવામાં આવી રહ્યા છે. સૌપ્રથમ તો ભારતે કાશ્મીર વિસ્તારમાં યુદ્ધ પ્રશિક્ષણ કરી નાપાક હરકતોને અંજામ દેનાર તત્વો વિરુઘ્ધ વ્યુહલ ફુંકયું હતું ત્યારબાદ દેશે કચ્છની સરહદીય વિસ્તાર ઉપર પણ યુદ્ધ કવાયત હાથ ધર્યું હતું અને જે કોઈ દેશી વિરોધી તત્વો અને પ્રવૃતિને અંજામ દેવા માટે જે કોઈ વિચાર કે સ્વપ્ન જોતું હોય તેના ઉપર પણ પાણી ફરી વળ્યું હતું ત્યારે આજથી એટલે કે ૧૩ નવેમ્બર થી ૧૮ નવેમ્બર સુધી ભારત દ્વારા રાજસ્થાનનાં સરહદીય વિસ્તાર જેવા કે જેશલમેરથી બાળમેર સુધી યુદ્ધ કવાયત હાથ ધરવામાં આવશે જેમાં કુલ ૪૦,૦૦૦ ટ્રુપોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર ૪૦,૦૦૦ ટ્રુપો જ નહીં પરંતુ તેની સાથે અનેકવિધ ટેન્કો, આર્ટીયરી ગન્સ, એટેક હેલીકોપ્ટર જેવા અનેકવિધ શસ્ત્રોનું પરીક્ષણ કરવામાં આવશે.

હાલ આર્મી દ્વારા આ યુદ્ધ કવાયતને સિંધુ સુદર્શન-૭ નામ આપી યુદ્ધ કવાયત હાથ ધરવામાં આવી હતી કે જે હવાઈ અને જમીન દ્વારા થતા યુદ્ધનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સૈન્ય દ્વારા કરવામાં આવતી આ બીજી કવાયત આજથી શરૂ થઈ ૧૮ નવેમ્બર સુધી ચાલુ રહેશે જે બાળમેરથી લઈ જેશલમેર સુધી યોજાશે. આ તકે મિલિટ્રી એટલે કે સૈન્ય તેનાં તમામ શસ્ત્ર સરમજામોનું પરીક્ષણ કરશે જેમાં ટેન્કની ગતિવિધિ, ઈન્ફેન્ટરી કોમ્બેટ વ્હીકલ, આર્ટીયરી ગન્સ કે તેને કેવી સ્થિતિમાં અને કઈ જગ્યા પર મુકી શકાય જેથી દુશ્મનોનો ખાતમો બોલાવી શકાય તે દિશામાં યુદ્ધ કવાયત હાથ ધરવામાં આવશે. ગત માસમાં પોખરણ ખાતે સૈન્ય દ્વારા ફાયર પાવર ડેમોસ્ટ્રેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આર્ટીયરી ગન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલ જે યુદ્ધ કવાયત હાથ ધરવામાં આવી છે તેમાં ટી-૭૨ ટેન્ક, મેકેનાઈઝડ ઈન્ફેટરીમાં આવરી લેવામાં આવતા કોમ્બેટ વ્હીકલ, આર્ટીયરી ગન્સ, આર્મી એર ડિફેન્સ, એટેક હેલીકોપ્ટર જેમાં રૂદ્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પોખરણ ખાતે યોજાયેલી પ્રથમ યુદ્ધ કવાયતમાં કે-૯ વ્રજર કે સ્વાયત રીતે આર્ટીયરી ગન્સની ભૂમિકા ભજવે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલ ભારતીય સેનામાં આ પ્રકારની ૧૦૦ ગન રહેલી છે કે જેમાં કે-૯ થન્ડરનાં અનેકવિધ વેરીયન્ટો પણ ઉપલબ્ધ છે. હાલ કે-૯ થન્ડર સાઉથ કોરીયન સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. એરફોર્સ પાસે રહેલી સંપતિઓમાં કલોઝ એર સપોર્ટ, કોમબેટ એર પેટ્રોલ કે જેમાં ફાયટર જેટનો સમાવેશ થાય છે તે તમામને યુદ્ધ કવાયતમાં ઉપયોગમાં લેવાશે. ટાઈગર ટ્રમ્પ નામક યુદ્ધ કવાયત કે જે ભારતનાં પૂર્વ દરિયાઈ તટ વિસ્તાર ઉપર યુદ્ધ કવાયત હાથ ધરશે તે પણ આજથી શરૂ કરવામાં આવ્યું છે તે ૨૧ નવેમ્બરે પૂર્ણ થશે. ટાઇગર ટ્રમ્પ વિશે જો વાત કરવામાં આવે તો ઈન્ડો અને યુ.એસ.નાં સંયુકત ઉપક્રમે બનાવવામાં આવેલી સીબોર્ડ ચાઈના વિસ્તારમાં જઈ તેનાં પર પ્રહાર કરી શકશે જો ચાઈના દ્વારા કોઈપણ સમયે ભારત પર હુમલો કરવામાં આવે તો. યુમેનીટેરીયમ આસીસ્ટન્ટ અને ડિઝાસ્ટર રીલીફનાં નેજા હેઠળ શરૂ કરવામાં આવેલી આ યુદ્ધ કવાયત બંને દેશો વચ્ચેનાં સંબંધોને પણ મજબુત બનાવશે.

WhatsApp Image 2019 11 11 at 11.59.49 AM

આજથી શરૂ થયેલી યુદ્ધ કવાયત દરમિયાન ભારતીય નૈવીની શીપો જેવી કે જલસવા, ઐરાવત, સંઘ્યા જેવી શીપોનું પણ પરીક્ષણ થશે જેમાં ઈન્ડિય એરફોર્સનાં એમ.આઈ-૧૭ હેલીકોપ્ટર તથા રેપીડેકશન મેડિકલ ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આઈએનએસ જલસવા તે એ શીપ છે કે જે અન્ય શીપોને હંફાવવા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આઈએનએસ જલસવા તેની સાથે હેલીકોપ્ટર તથા લેન્ડીંગ ક્રાફટનો સમાવેશ કરી શકે છે કે જે દરિયાઈ વિસ્તારથી લઈ જમીન સુધી પહોંચાડવામાં અત્યંત મદદરૂપ થશે અને તેને પરત નિયત સ્થળ પર લઈ આવશે. આઈએનએસ જલસવા પર જે હેલીકોપ્ટર કે જેનું નામ એમ.આઈ-૧૭ છે તેમાં અનેકવિધ સામગ્રીનો સંગ્રહ કરી જરૂરીયાત સમય અને જરૂરીયાત પ્રમાણે જે-તે સ્થાન પર પહોંચવા અત્યંત સક્ષમ માનવામાં પણ આવે છે જે યુદ્ધ દરમિયાન સૌથી મોટું અગત્યનું કાર્ય કરશે. યુદ્ધ કવાયત વિશાખાપટ્ટનમ ખાતે આજથી ૧૬ નવેમ્બર સુધી યોજાશે.

હાલ ભારત દેશ દ્વારા જે યુદ્ધ કવાયત હાથ ધરવામાં આવી છે તેમાં દુશ્મન દેશો જેવા કે પાકિસ્તાનને ભરી પીવા અને પોતાની યુદ્ધ કવાયતને અમલી બનાવવા માટે સરકાર દ્વારા અને સૈન્યની મદદથી કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યત્વે વાત કરવામાં આવે તો ભારતનું સૈન્ય વિશ્ર્વમાં ખુબ જ જાણીતું અને પ્રચલિત છે ત્યારે આગામી સમયમાં ભારત દ્વારા કરવામાં આવતી યુદ્ધ કવાયત અન્ય દેશો માટે ખતરો અને ચિંતાનાં વાદળો ઉભા કરશે તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. હાલ જે યુદ્ધ કવાયત હાથ ધરવામાં આવી રહી છે તેનાથી પાકિસ્તાન ખુબ જ ચિંતિત જોવા મળ્યું છે ત્યારે બીજી તરફ ચીનનાં પેટમાં પણ જાણે તેલ રેડાયું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ એ વાત સાચી છે કે, ભારત તમામ મોરચે પોતાનાં વિરોધીઓને ભરી પીવા માટે અનેકવિધ ગતિવિધિઓને અંજામ આપી રહ્યું છે જેનાં પરીણામ સ્વરૂપે હાલ યુદ્ધ કવાયત હાથ ધરવામાં આવી છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર જે પણ શસ્ત્ર સરંજામનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે વિપક્ષી અને વિરોધી દેશો ઉપર ખુબ જ ભારે પડશે તેમાં સહેજ પણ મીનમેક રહ્યો નથી. ભારતીય હવાઈ દળમાં રાફેલનો સમાવેશ થતા ભારતનું હવાઈ વિભાગ અત્યંત મજબુત અને સુરક્ષિત થશે જે વિશે દેશ અને વડાપ્રધાન મોદી વ્યકિતગત રીતે ચિંતા કરી રહ્યા છે.

ભારત દ્વારા જે શરૂ કરવામાં આવેલી યુદ્ધ કવાયત સ્ટ્રેટેજીક સ્ટ્રાઈક પણ માનવામાં આવે છે. ભારત દ્વારા જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં જે સર્જિકલ સ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાનની હંફાવ્યું હતું તેવી રીતે આ વખતે દેશ સ્ટ્રેટેજીક સ્ટ્રાઈક મારફતે વિરોધીઓને ભરી પીવા માટે સજજ થયું છે. પરીક્ષણમાં વાપરવામાં આવતા તમામ શસ્ત્રો વિપક્ષીઓ કરતા અનેકગણા મજબુત હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલ જે રીતે દેશ દ્વારા યુદ્ધ કવાયત હાથ ધરવામાં આવી રહી છે તેનાથી તે વાતની પણ પુષ્ટિ થાય છે કે યુદ્ધ સમયે દેશ પાસે રહેલા તમામ શસ્ત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનાં ઉપયોગ માટે જરૂરીયાત તાલીમ પણ પુરી પાડવામાં આવી રહી છે. આ તકે વિશ્ર્વનાં અનેક દેશો પણ સર્જિકલ સ્ટ્રાઈકની દિશામાં પોતાની રીતે યુદ્ધ કવાયત કરી રહી છે જેમાં ઈઝરાયલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતે તેનાં ડિફેન્સને વધુ મજબુત કરવા માટે વિશ્ર્વનાં અનેક દેશો સાથે કરાર કર્યા બાદ નવા શસ્ત્રોને દેશમાં લાવવામાં આવી રહ્યા છે કે જે બોર્ડર સિકયોરીટી ઉપર એટલા જ જોરથી વિપક્ષીઓ ઉપર વરસી શકે.

બીજી તરફ સૈન્ય દ્વારા જે યુદ્ધ કવાયત હાથ ધરાઈ રહી છે તેની સાથો સાથ સાયબર સિકયોરીટી પણ એટલી જ મહત્વપૂર્ણ છે જે માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને પેરીસ ખાતે વિદેશ મંત્રી એસ.જયશંકર પણ પહોંચી વિશ્ર્વ આખાને સાયબર ટેરેરીઝમથી કેવી રીતે બચી શકાય તે દિશામાં ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી રહી છે. દેશની સુરક્ષા ડગલેને પગલે કેવી રીતે વધુ મજબુત કરી શકાય તે દિશામાં ડિફેન્સ મંત્રાલય પણ ચર્ચા-વિમર્શ કરી રહી છે. વૈશ્ર્વિક સ્તર પર જે રીતે આતંકવાદ ફેલાઈ રહ્યો છે તેનાથી દેશની સુરક્ષાને માઠી અસર પહોંચી છે જેને રોકવા માટે આ પ્રકારનાં કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. કોઈપણ દેશ દ્વારા જયારે યુદ્ધ કવાયત હાથ ધરવામાં આવતી હોય ત્યારથી અન્ય પાડોશી દેશોને તેની અસરનો પણ સામનો કરવો પડતો હોય છે ત્યારે જોવાનું એ રહ્યું કે આજથી શરૂ થતી યુદ્ધ કવાયત પાડોશી દેશોને કેવી રીતે અસર પહોંચાડશે. હાલ આર્થિક રીતે પડી ભાંગેલા પાકિસ્તાન પણ શંકાનાં વાદળો હેઠળ દબાઈ ગયું છે. યુદ્ધ દરમિયાન જે ખર્ચ કરવામાં આવતો હોય છે જેની સીધી અસર દેશની આર્થિક અર્થવ્યવસ્થા ઉપર હરહંમેશ પડતી હોય છે ત્યારે હાલ ભારત દેશની અર્થવ્યવસ્થા અત્યંત ડામાડોળ હોવાથી આ પ્રકારનાં ખર્ચાને કેવી રીતે કરી શકાય તે દિશામાં પણ નાણામંત્રાલય અને રક્ષામંત્રાલય સાથે મળી ચર્ચા-વિચારણા કરશે તેવું માનવામાં આવી રહ્યું છે પરંતુ હાલની સ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે ભારત સાથે વિશ્ર્વનાં અન્ય દેશો પણ ભેગા મળી આતંકવાદને ડામવા માટે તમામ પ્રકારનાં પ્રયત્નો હાથ ધરશે.

જગત જમાદાર અમેરિકા બાદ ચાઈનાથી વિશ્ર્વ આખું હંફી રહ્યું છે ત્યારે દિન-પ્રતિદિન ભારત જે રીતે પોતાની સરહદી સુરક્ષા અને દરિયાઈ સુરક્ષા વધારી રહ્યું છે તેનાથી અન્ય દેશો પણ ડરનાં ઓછા હેઠળ આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. રાફેલ બાદ પણ અન્ય શસ્ત્રોનાં પણ કરારો અન્ય દેશો સાથે હાલ પણ હાલ કરાર કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી આજથી શરૂ થતી યુદ્ધ કવાયત ભવિષ્યમાં જો યુદ્ધ થાય તો તેની પૂર્વ તૈયારીનાં ભાગરૂપે યોજવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે. હાલ રાજસ્થાનનાં બાળમેરથી લઈ જેશલમેર સરહદીય વિસ્તાર હોવાથી તે સ્થાન પર આતંકી પ્રવૃતિ અને ગતિવિધિઓ વધુ થતી હોવાનું સુત્રોનાં જણાવ્યા અનુસાર તે વિસ્તારમાં યુદ્ધ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ટી-૭૨ જેવી ટેન્કોનો સમાવેશ કરી સ્પેશિયલ ફોર્સને પણ તાલીમ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.