એક મોટી સિદ્ધિ મેળવતા હિમાચલના ધર્મશાળામાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ભારતે ઐતિહાસિક જીત મેળવી છે. આ સાથે ભારત પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચ્યો છે. વર્લ્ડકપમાં બે દાયકા બાદ ભારતનો કીવી સામે ઐતહાસિક વિજય થયો છે. ટોસ જીતીને બેટિંગ માટે ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 273 રન બનાવ્યાં હતા જવાબમાં ભારતે છ વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. આ રીતે ભારતની 4 વિકેટે જીત થઈ હતી. ભારત વતી વિરાટ કોહલીએ સૌથી વધારે 95 રન બનાવ્યાં હતા.
ભારતીય ટીમ 10 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને: સેમિફાઇનલમાં ભારતનું સ્થાન નિશ્ર્ચિત: ટૂર્નામેન્ટમાં ભારતની સતત પાંચમી જીત
2003 પછી વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની આ પહેલી મોટી જીત છે. આ રીતે જીત માટે ભારતને 20 વર્ષ જેટલા લાંબા સમયની પ્રતિક્ષા કરવી પડી. ન્યૂઝીલેન્ડને હરાવતાં જ ભારતને સેમી ફાઈનલની ટિકિટ મળી ગઈ છે. 2019ના ઈંગ્લેન્ડ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પણ ન્યૂઝીલેન્ડે ભારતને 18 રનથી હરાવ્યું છે.
ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત પાંચમી જીત હતી. મેચ પહેલા, ન્યુઝીલેન્ડ પણ 2023 વર્લ્ડ કપમાં એકપણ મેચ હાર્યું ન હતું, પરંતુ ટીમ ઇન્ડિયાએ તેની જીતનો સિલસિલો અટકાવ્યો હતો. ભારતીય ટીમ હાલમાં એવી ટીમ છે જેણે ટેબલમાં સૌથી વધુ 10 પોઈન્ટ મેળવ્યા છે. ન્યુઝીલેન્ડ 8 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.આથી ટોપ-4 (સેમી ફાઈનલ)માં આવવાની ભારતની સંભાવના ઘણી વધી ગઈ છે.
વિરાટની 95 રનની ઇનિંગ સદીથી પણ વિશેષ
વિરાટ કોહલીની વર્લ્ડ કપની મેચમાં ન્યૂઝીલેન્ડ સામેની 95 રનની મેચ-વિનિંગ ઇનિંગે સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવ્યો હતો કારણ કે નેટીઝન્સે સદી સાથે સમાંતર દોરવાનું શરૂ કર્યું હતું અને કહ્યું હતું કે 95 એ કોઈ પણ સદી કરતાં મોટી છે કારણ કે તે જીતનું કારણ બની હતી. કોહલી સૌથી વધુ ઓડીઆઈ સદીના રેકોર્ડની બરાબરી કરવા માટે ખૂબ જ નજીક આવ્યો હતો, રેકોર્ડને સમાન કરવા માટે, તેણે સિક્સરનો પ્રયાસ કર્યો પરંતુ બાઉન્ડ્રીની નજીક જ તે કેચ થઈ ગયો.
વર્લ્ડકપમાં બે વખત પાંચ વિકેટ લેનાર શમી પ્રથમ ભારતીય બોલર
મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 5 વિકેટ લીધી હતી. જો કે, આ સમયગાળા દરમિયાન, તે વનડે વર્લ્ડ કપની બીજી હેટ્રિક ચૂકી ગયો. પરંતુ તેણે 50 ઓવરની ટૂર્નામેન્ટમાં બીજી વખત 5 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમી 2023 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે ધર્મશાલામાં રમાઈ રહેલી મેચમાં રમી રહ્યો છે અને પહેલી જ મેચમાં તેણે કમાલ કરી છે અને કપિલ દેવ જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. શમી ભારત માટે વર્લ્ડ કપમાં બે વખત સૌથી વધુ 5 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બની ગયો છે. આ અગાઉ, તે ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ કપિલ દેવ, વેંકટેશ પ્રસાદ રોબિન સિંહ, આશિષ નેહરા અને યુવરાજ સિંહ સાથે વર્લ્ડ કપમાં એકવાર 5 વિકેટ ઝડપનારા બોલરોમાં સામેલ હતો. પરંતુ હવે તે ટૂર્નામેન્ટમાં બે વખત 5 વિકેટ લેનારો પ્રથમ બોલર બની ગયો છે.