કલ્પના દત્ત
દેશને બ્રિટિશ સાશનમાથી મુક્ત કરવા અનેક વીર યોદ્ધાઓ વીરગતિ પામ્યા છે તેમાં ભારતીય નારીનું પણ પૂરું યોગદાન રહ્યું છે, તેવી જ એક ભારતીય ફ્રીડમ ફાઇટર એટ્લે કલ્પના દત્ત જેનો જન્મ 27 જુલાઇ 1913માં થયો હતો અને દેશને આઝાદ કરવા આઝની લડતમાં જોડાયા હતા જેના માટે તે ક્રાંતિકારી સૂર્યસેનના દાળમાં જોડાય હતા અને એકવાર પોલીસ સાથેની ઝપાઝપી દરમિયાત તેની ધરપકડ પણ કરવામાં આવી હતી ,જે સમયે તેને છોડાવવા માટે મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોર એ પ્રયત્નો કરી જેલ મુક્ત કરાવ્યા હતા. ત્યાર બાદ તેમના આ મહત્વના યોગદાન બદલ તેમણે ભરના ‘વીર મહિલા’નું બિરુદ આપી સમ્માનિત કરાયા હતા.
દેશભક્તિની શરૂઆત અને આઝાદીનો રંગ…
વર્તમાન સામનો બાંગલાદેશ અને આઝાદી પહેલાનું ચટગાવના શ્રીપૂરમાં મધ્યમ વર્ગી પરિવારમાં જન્મેલા કલ્પના દત્ત શરૂઆતનું શિક્ષણ મેળવી વધુ અભ્યાસ અર્થે કલકત્તા પહોચ્યા હતા, ત્યાં ખ્યાતનામ ક્રાંતિકારીઓના જીવન વિષે જાણીએ તેમનો દેશ પ્રેમ અને દેશને ગુલામીમાંથી આઝાદ કરવાનું સ્વપ્નનું ત્યારે આકાર પામ્યું હતું. અને એ સમય બાદ ચતગાવમાં શસ્ત્રગારની લૂટનો બનાવ બનતાં તે તુરંત ત્યાં પહોચ્યા હતા, તેમજ ક્રાંતિકારી સૂર્યસેનના દળમાં જોડાયા હતા. દેશને આઝાદી અપાવવા તે વેશ પલટો કરી દારૂગોળની હેરફેર કરવામાં મદદરૂપ થતાં હતા અને સાથે સાથે તેમણે નિશાને બાજીનો પણ અભ્યાસ કર્યો હતો.
આઝાદીની લડતમાં તેના અનેક પરાક્રમોનું યોગદાન રહ્યું છે જે એક સ્ત્રી શક્તિનું તાદશ ઉદાહરણ છે. જ્યારે 21 વર્ષની ઉમરે તેમણે આજીવન કરવાસની પણ સજા થયી હતી તે બાબતે ગાંધી બાપુ અને રવિન્દ્રનાથ ટાગોરના પ્રયત્નો બાદ તેઓ જેલમુક્ત થયા ત્યાર બાદ તેમણે અભ્યાસ પૂરો કરી કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયા હતા અને સાથે અસથે 1943માં કોમ્યુનિસ્ટ નેતા પુરાણ ચંદ જોશી સાથે લગ્ન સંબંધથી જોડાયા હતા. ત્યાર બાદ તેઓ બાંગ્લાથી દિલ્લી આવી ગયા હતા. ત્યાં તેઓએ ઇન્ડો સોવિયેત સાંસ્ક્રુતિક સોસાયટીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને ભારતના ‘વીર મહિલા’તરીકે પ્રખ્યાત થયા હતા.