- મેઘાલયની ઉમંગોટ નદીની સ્વચ્છતા જાળવવા ત્યાંની પ્રજાની સુંદર જાગૃતિ છે: શિલોંગથી 100 કિ.મી. સુધી હોડી હવામાં ઉડતી લાગે તેવું પાણી સ્પષ્ટ અને પારદર્શક છે: વિશ્ર્વમાં ઘણી નદીઓ ચોખ્ખી હતી પણ આજે પ્રદૂષણને કારણે અસ્વચ્છ થઇ ગઇ છે
- હાલ લંડનની થેમ્સ, માલદીવનો સ્ફટીક જેવો દરિયા કિનારો, ચીનની જિઉઝાઇગૌવેલી સાથે કેનેડાનું પેટા તળાવ ખૂબ જ રમણીય વાતાવરણ સાથે પાણીમાં આર-પાર જોઇ શકાય તેટલું સ્વચ્છ છે
આપણો દેશ નિ:શંકપણે રહસ્યો અને અવિશ્ર્વસનીય અજાયબીયોની ભૂમિ છે. આપણાં દેશમાં વિશ્ર્વની સૌથી સ્વચ્છ નદીઓ પૈકી એક નદી મેઘાલય રાજ્યમાં આવેલી છે. આદીકાળથી આપણી સંસ્કૃતિ પાણી અને વૃક્ષો વચ્ચે ઉછરેલી છે. દરેક ગામ કે શહેરની નજીક જ એક નદી, સરોવર કે તળાવ આવેલા જ હોય છે.
પૃથ્વી ઉપર પણ ત્રણ ભાગ પાણી અને એક ભાગ જમીન છે. દુનિયાની અડધા ઉપરની વસ્તી દરિયા કિનારે, નદી, સરોવર કે તળાવ આસપાસ નિવાસ કરે છે. પર્યાવરણ સારૂ હતું એટલે કે આજથી છ સાત દશકા પહેલા જ્યારે તમામ નદીઓ ચોખ્ખી ચણાક હતી, પણ આજે તો પ્રદૂષણને કારણે ગંધારા, ગોબરા ખાબોચિપામાં આ નદી ફેરવાઇ ગઇ છે.
નદી, તળાવોને સરોવર બગાડવામાં માણસોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. જ્યારે આપણે કોઇ ચોખ્ખુ તળાવ જોઇએ ત્યારે પ્રશ્ર્ન થાય કે બધા જ તળાવો, સરોવર આવા હોત તો. જાગ્યા ત્યારથી સવાર ગ્લોબલ વોર્મિંગ, ઉદ્યોગોનું પ્રદૂષણ વિગેરે નદી, તળાવોને બગાડે છે માટે ત્યાં જ અટકાવ કરો, કડક નિયમો બનાવીને ફરી હરિયાળું વિશ્ર્વ લાવો.
વિશ્ર્વની ટોપ-10 સૌથી સ્વચ્છ નદીઓ પૈકી એક આપણાં દેશની છે, આ નદી ખરેખર જોવા જેવી છે. નદી આસપાસ રહેતી પ્રજાની જાળવણીથી જ આ સ્વચ્છ, પારદર્શક નદી બની છે. દેશના મેઘાલય રાજ્યની ઉમંગોટ નદીને દેશની સૌથી સ્વચ્છ ચોખ્ખી હોય છે. તમને એવું લાગે કે તમારી બોટ હવામાં છે, પાણી જ એટલું સ્વચ્છ અને પારદર્શક છે કે તમને જોઇને અચરજ થઇ જાય. ડાવકી નદી તરીકે જાણીતી ઉમંગોટ નદી મેઘાલયના તરતી હોવા છતાં તમને હવામાં ઉડતી દેખાય છે. આ નદી માવલીનોંગ ગામમાં વહે છે.
જેને એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે ઓળખવામાં આવે છે. આ નદી છેલ્લે બાંગ્લાદેશમાં જતાં પહેલા જયંતિયા અને ખાસી ટેકરીઓ વચ્ચે કુદરતી વિભાજન તરીકે કામ કરે છે. આ નદીનું પાણી એટલું સ્પષ્ટ અને પારદર્શક છે કે સૌનું મન ખુશ કરી દે.
વિશ્ર્વભરમાં ઘણી નદીઓ ચોખ્ખી હતી પણ તેમાંથી મોટાભાગની નદીઓ આજે પ્રદૂષિત થઇ ગઇ છે. આજે ઘણા લોકોની જાગૃતિથી તેમના પ્રદેશની નદીઓ સ્વચ્છ થઇ રહી છે જે સારી બાબત છે. આજે તમને વિશ્ર્વની શ્રેષ્ઠ નદીઓની વાત કરવી છે. લંડનની થેમ્સ નદીએ ઘણી લાંબી મજલ કાપી છે, એક સમયે તેને જૈવિક રીતે મૃત જાહેર કરવામાં આવી હતી.
પાણીના પ્રદૂષણના વધતા સ્તરને કારણે 300 વર્ષ પહેલા ગ્રેટ સ્ટિંગ પણ કહેતા. લોકોને પાણીજન્ય રોગોમાં કોલેરા ફાટી નીકળતા તેની સ્વચ્છતા બાબતે બ્રિટન સફાળું જાગી ગયું હતું. જે નદી, તળાવ કે સરોવરનું પાણી લોકો પીતા હોય તેની સ્વચ્છતા વિશે કાળજી લેવી જરૂરી છે. આપણે ત્યાં તો જાનવરો ન્હાતા હોય, લોકો કપડાં ધોતા હોયને ગામ કે શહેરનો નકામો કચરો પણ ત્યાં જ ઠાલવતા હોય આવી સ્થિતિમાં કઇ નદી સ્વચ્છ રહી શકે. લોકોએ તેની સોચમાં બદલાવ લાવવાની જરૂર છે. નદી આપણી માતા છે, તેજ આપણને પાણી આપે છે ને જીવન આપે છે એ ભૂલવું ન જોઇએ.
આપણે આપણા પગ ઉપર જ કુહાડો મારીને કુદરતી સંપદાને નુકશાન કર્યું છે તેથી દર વર્ષે ઉનાળામાં પાણીની કટોકટી જોવા મળે છે. હવે તો જમીની સ્તરમાં પણ પાણીના સ્તર ઊંડા કે ડુકી જવાથી આવનારા દિવસોમાં પીવાના શુધ્ધ પાણીની તકલીફો પડવાની જ છે, માટે સૌ એ જાગવાની જરૂર છે.
પૃથ્વી પરનો સૌથી રમણિય અને ફરવા જવામાં પસંદગીનું ટોચનું સ્થાન એટલે ‘માલદીવ’ અહીં સફેદ રેતાળ દરિયા કિનારા, સ્ફટીક જેવું સ્વચ્છ, પારદર્શક પાણી સાથે વિવિધ રીસોર્ટ આવેલા છે. સ્વર્ગ જેવા ટાપુ સાથે વોટર વિલામાં રહેવાની મોજ તન, મનને ખુશ કરી દે છે. અહીં વિવિધ વિલામાં પારદર્શક માળ છે જે તમને પાણીની નીચે કે અંદર હોય તેવું ફિલીંગ્સ આપે છે જે તેની ચોખ્ખાઇને કારણે લાગે છે.
વિશ્ર્વના સૌથી અદ્ભૂત, સ્વચ્છ પાર્કમાં સિચુઆન-ચીન દેશની જિઉઝાઇગૌવેલી છે. આ સ્થળની પ્રકૃતિ, ચોખ્ખુ કાચ જેવું પાણીએ તેને લોકપ્રિય પ્રવાસન સ્થળ બનાવી દીધું છે. વિવિધ પાંચ રંગના તળાવમાં અહીં સૌથી સ્પષ્ટ પાણી છે. પાણીના અંદરના જીવનને પણ તમો સ્પષ્ટ જોઇ શકો એટલું પારદર્શક છે. કેનેડા દેશના પેટો તળાવ અને રોકી પર્વતો પાસે જોવા મળતું પીરોજ તળાવ એક ગ્લેશિયર દ્વારા પોષાય છે.
બેન્ક નેશનલ પાર્કમાં જોવા મળતું આ તળાવ ત્રણ ઊંચા શીખરોથી ઘેરાયેલું હોવાથી તે ખીણમાં જ વસેલું છે. તેને દૂરથી જોતા અદ્ભૂત પેનોરમા ઇફેક્ટ્સ આપે છે. ઉનાળાની ઋતું ખુશીસભર રંગો પ્રકાશે છે. પીગળતી હિમનદીઓ તળાવમાં સફેદ ખડકોનો લોટ લાવતા હોય એવું લાગે છે.
ગ્રીનલેન્ડની બ્લુ નદી કાયમી તેના આકર્ષણ અને મનહરનારૂ સૌર્દ્ય આપે છે. આ નદીનો દર વર્ષે આકાર અલગ-અલગ જોવા મળે છે. સ્વચ્છ પ્રકૃતિ સાથે અદ્ભૂત નેચર વાતાવરણમાં કોઇ અન્ય સુવિધા ન હોવાથી તેની મુસાફરી કરવી પડકારજનક છે. ન્યુઝિલેન્ડના સાઉથ આઇલેન્ડની બ્લુ લેક વિશ્ર્વના સૌથી સ્વચ્છ તળાવ હોવાનું કહેવાય છે. આ તળાવનું પાણી લગભગ નિસ્પંદિત જેટલું ચોખ્ખું છે, તેને પવિત્ર ગણાય છે. આ તળાવમાં તરવાની મંજુરી નથી તેમ છતાં અહીં પ્રવૃત્તિઓ થાય છે જેમાં ફિશિંગ, હાઇકિંગ કરાય છે.
ભુમધ્ય સમુદ્રના નાના ટાપુને ઘણીવાર બેલેરીકજવેલ કહેવામાં આવે છે, જેમાં 120થી વધુ અદ્ભૂત દરિયા કિનારા છે. સ્પેનનું મેનોર્કા ખરેખર જોવા જેવું છે. બેલરીક ટાપુ દુનિયાનો શ્રેષ્ઠ ટાપુ છે. તેનું આકર્ષણ જ સ્ફટીક જેવું સ્વચ્છ પાણીને તેમાં તરવાની મજા સાથે કેનોઇંગ અને કેયકિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવાની મઝા પડે છે.
વિશ્વની સૌથી સ્વચ્છ પાંચ નદીઓ
– કરાઘ નદી- યુરોપ
– ટોર્ને નદી – યુરોપ
– સેન્ટ ક્રોઇકસ નદી – ઉત્તર અમેરિકા
– તારા નદી – યુરોપ
– થેમ્સ નદી – લંડન