ડ્રોન મેગા ડિલમાં ભારત 31 અતિ આધુનિક ડ્રોનની ખરીદી કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના તેમના ઐતિહાસિક ‘સ્ટેટ વિઝિટ’માં સંરક્ષણ ક્ષેત્રની કંપની જનરલ એટોમિક્સ સાથે પ્રીડેટર ડ્રોન અંગે સોદો કર્યો હતો. કરાર ભારતીય સંરક્ષણ માટે ખૂબ મહત્વના અને ઉપયોગી માનવામાં આવી રહ્યા છે કારણકે આ કરારથી દેશનું સરક્ષણ ક્ષેત્ર લોખંડી બની રહેશે. જોકે, કોંગ્રેસ સહિત વિપક્ષ સતત આક્ષેપ કરી રહ્યા છે કે ભારત અન્ય દેશો કરતાં ખૂબ જ ઊંચી કિંમતે આ ડ્રોન ખરીદી રહ્યું છે. કેન્દ્ર સરકારે ગુરુવારે દાવો કર્યો છે કે ભારત અમેરિકા પાસેથી પ્રીડેટર – એમક્યુ-૯બી ડ્રોન અન્ય દેશો કરતાં ૨૭ ટકા નીચી કિંમતે ખરીદી રહ્યું છે.
ભારત અત્યંત ઘાતક પ્રીડેટર ડ્રોન તરીકે ઓળખાતા એમક્યુ-૯બી ડ્રોન અમેરિકા પાસેથી અન્ય દેશો કરતાં ૨૭ ટકા નીચી કિંમતે ખરીદી રહ્યું છે. તેમણે ભારપૂર્વક એમ પણ જણાવ્યું હતું કે, ભારત વધારાના ફિચર્સ નહીં માગે તો વાટાઘાટો સમયે આ ડ્રોન્સની કિંમતમાં વધુ ઘટાડાની સંભાવના છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ડ્રોનની કિંમત અંગે હજુ સુધી કોઈ ચર્ચા શરૂ થઈ નથી, કારણ કે અમેરિકા પાસેથી ૩૧ ડ્રોનની ખરીદીની દરખાસ્તને હજુ મંજૂર કરવામાં આવ્યું છે.
અમેરિકન સરકાર દ્વારા ડ્રોનની અંદાજિત કિંમત ૩,૦૭૨ મિલિયન યુએસ ડોલર રાખવામાં આવી છે. એટલે કે પ્રત્યેક ડ્રોનની કિંમત ૯૯ મિલિયન યુએસ ડોલર થઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, દુનિયામાં બહુ ઓછા દેશ પાસે પ્રિડેટર ડ્રોન છે ત્યારે યુએઈએ પ્રતિ ડ્રોન ૧૬૧ યુેએસ ડોલરની કિંમતે આ ડ્રોન ખરીદ્યા છે. ભારત જે ડ્રોન ખરીદવાનું છે તેની સરખામણી યુએઈએ મેળવેલા ડ્રોન સાથે થઈ શકે તેમ છે. જોકે, ભારતના ડ્રોનની કન્ફિગ્યુરેશન વધુ સારી છે. ઈંગ્લેન્ડે પણ આ ૧૬ ડ્રોન ખરીદ્યા છે, જે પ્રત્યેક ડ્રોનની કિંમત ૬૯ મિલિયન ડોલર છે, પરંતુ તે સેન્સર્સ, શસ્ત્રો અને સર્ટિફિકેશન વિના માત્ર ગ્રીન એરક્રાફ્ટ છે. વિમાનની કુલ કિંમતમાં સેન્સર્સ, શસ્ત્રો અને પેલોડ જેવા ફિચર્સની કિંમત ૬૦-૭૦ જેટલી હોય છે. ભારત દેશ દ્વારા કરવામાં આવેલા સંરક્ષણ ક્ષેત્રને ડ્રોન ખરીદી અંગેના કરારો સુરક્ષાની સાથોસાથ ખર્ચમાં પણ બચત કરાવશે.