ટેકનોલોજીના “ઉમદા ઉપયોગી દેશની આર્થિક સ્થિતિ મજબુત બનશે
હાલ ભારત દેશની આર્થિક સ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો હાલની સ્થિતિ થોડી હબળી હોવાનું સામે આવ્યું છે. દેશની ર્અવસને મજબુત કેવી રીતે બનાવી શકાય તે દિશામાં સમગ્ર પ્રયત્ન હાથ ધરવામા આવી રહ્યા છે. તજજ્ઞનોનું માણ્યુ છે કે જે રીતે સુવિધાઓમાં વધારો નોધાશે તેમ સ્થિતિ માં ઘણો સુધારો જોવા મળશે, દેશના નામાંકિત ઉદ્યોગ પતિઓનું માણ્યુ છે કે ટેકનોલાજીનો ઉપયોગી દેશની ર્અવ્યવસ અનેક અંશે મજબુત બનશે અને વિશ્ર્વની ટોપ ત્રણ ર્અવ્સના પેંગડામાં પગ મુકશે ભારત તેમ રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીએ મુંબઈમાં માઇક્રોસોફ્ટનાં એક કાર્યક્રમ ફ્યુચર ડિકોડમાં માઇક્રોસોફ્ટ સીઇઓ સત્યા નાદેલા સાથે એક ઇન્ટરેક્ટિવ સેશનમાં જણાવ્યું હતું કે, અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખો કાર્ટર, ક્લિન્ટન કે ઓબામાએ જે ભારત જોયું હતું, એનાથી સંપૂર્ણપણે અલગ ભારતનું દર્શન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ કર્યોે છે.
આ ઇન્ટરેક્શનમાં અંબાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં મોબાઇલ નેટવર્ક વધારે સારું છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે દુનિયામાં અન્ય કોઈ દેશથી સારું કે એને સમકક્ષ મોબાઇલ નેટવર્ક ભારતમાં છે. જ્યારે અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સ્ટેડિયમમાં પહોચ્યા, ત્યારે તેઓ ભારતમાં મોટાં પરિવર્તનને જોશે. સ્ટેડિયમ ડિજિટલ ટેકનોલોજીની દ્રષ્ટિએ દુનિયાનાં અન્ય કોઈ પણ સ્ટેડિયમથી વધારે સારૂં છે.
નાદેલાએ અંબાણીને પૂછ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર કેવી રીતે વૃદ્ધિ કરશે? આનો જવાબ આપતાં અંબાણીએ કહ્યું હતું કે, જ્યારે નાદેલા વર્ષ ૧૯૯૨માં માઇક્રોસોફ્ટમાં જોડાયા હતા, ત્યારે ભારતીય અર્થતંત્રનું કદ ૩૦૦ અબજ ડોલર હતું. અત્યારે ભારતીય અર્થતંત્રનું કદ ૩ ટ્રિલિયન ડોલર છે. જિયો અગાઉ ભારતમાં બ્રોડબેન્ડની સ્પીડ ૨૫૬ કેબીપીએસ હતી. અત્યારે જિયો દેશમાં મોબાઇલ ડેટા ૨૧ એમબીપીએસની સ્પીડ પર આપે છે, જે ભારતમાં દરેક ગામડામાં ઉપલબ્ધ સરેરાશ સ્પીડ છે. તેમણે ઉમેર્યું હતું કે, જિયોનાં આગમન અગાઉ ભારતમાં ૧ જીબી ડેટાની કિંમત રૂ. ૩૦૦થી રૂ. ૫૦૦ વચ્ચે હતી. જિયોનાં આગમન પછી જીબીદીઠ ડેટાની કિંમત ઘટીને રૂ. ૧૨થી રૂ. ૧૪ થઈ ગઈ છે. જિયોએ છેલ્લાં ત્રણ વર્ષમાં ૪જી ટેકનોલોજીમાં ૩૮ કરોડ કે ૩૮૦ મિલિયન સબસ્ક્રાઇબર મેળવ્યાં છે.
ભારતમાં ડેટા વપરાશ વિશે અંબાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં ભારતીય યુવા પેઢી સહિત તમામ વયજૂથનાં લોકોમાં ડેટા વપરાશને લઈને ઉત્સાહ છે. તેમણે કહ્યું હતું કે, મારી માતાની ઉંમર ૮૫ વર્ષ છે અને તેઓ ડેટા ઉપભોગને લઈને ઉત્સાહમાં છે. તમારી ભાષામાં કહીએ તો તેઓ શ્રેષ્ઠ ટેકનિકલ સુરક્ષા ધરાવે છે. મારું માનવું છે કે, ડેટા વપરાશમાં વધારો થયો છે.
અંબાણીએ કહ્યું હતું ભારતમાં પરિવર્તન લાવવા ટેકનોલોજી તક પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, અમે ભારતમાં પ્રીમિયર ડિજિટલ સોસાયટી બનવાની તક ધરાવીએ છીએ. નવી પેઢી તમે (નાદેલા) અને હું જે ભારતમાં મોટો થયો છું એ ભારતથી અલગ ભારત જોશે. ઉલ્લેખનીય છે કે, તેમણે માઇક્રોસોફ્ટમાં નાદેલાની લીડરશિપની પ્રશંસા કરી હતી અને દરેક ભારતીયને આ અંગે ગર્વ છે એવું જણાવ્યું હતું.