અનેક દેશોના દુતાવાસ તેમજ રાજદ્વારીઓ સાથે ચર્ચા કરાઈ: વિઝામાં થઈ રહેલા વિલંબ પર પગલાં લેવા માંગ
ભારતે શુક્રવારે અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની અને અન્ય કેટલાક દેશો સાથે કોલેજ કેમ્પસમાં વર્ગો ફરી શરૂ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓના વિઝામાં થઈ રહેલા વિલંબનો મુદ્દો ઉઠાવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે હજારો ભારતીય વિદ્યાર્થીઓ ઑફલાઇન વર્ગો માટે વિદેશ પરત ફરવા સતત સંઘર્ષ સંઘર્ષ કરી રહ્યા છે. જ્યારે સંબંધિત દૂતાવાસો દ્વારા વિઝા આપવામાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ભારતીય પક્ષે આ મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો હતો અને વિઝા અરજીઓના ઝડપી નિકાલની માંગ કરી હતી.
આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ચર્ચાને સાર્થક ગણાવતા ટ્વિટ કર્યું છે કે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઝેક રિપબ્લિક, જર્મની, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ, યુકે અને યુએસએ સાથે કામ કરતા વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ ભારતીય નાગરિકોને વિદ્યાર્થી વિઝા આપવા અંગે આ દેશોના વરિષ્ઠ રાજદ્વારીઓ/મિશન સાથે વાત કરી છે. રાષ્ટ્રોના પ્રમુખો સાથે ફળદાયી ચર્ચા પણ કરવામાં આવી છે.
તેઓ આ પ્રક્રિયાને સરળ બનાવવા અને ઝડપી બનાવવાની ચર્ચા કરવા સંમત થયા કારણ કે વિદ્યાર્થીઓની અવર જવર પરસ્પર ફાયદાકારક રહી છે, તેવું તેમણે જણાવ્યું હતું.