ભારતે પોતાની આક્રામક હૉકીના દમ પર રિયો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટને 1 સામે 3 ગોલ કરીને હાર આપી. અર્જેન્ટીનાને હરાવ્યા બાદ ભારત પોતાના ગ્રુપની ટૉપ 2 ટીમમાં સામેલ છે. ગ્રુપ સ્ટેજ પર તેમની છેલ્લી મેચ હવે જાપાન સાથે 30 જુલાઇએ થશે. પરંતુ તેમણે અર્જેન્ટીના સામે જોરદાર જીત મેળવી છે.
ભારત અને અર્જેન્ટીના વચ્ચે મુકાબલો રોમાંચક રહ્યો હતો. મેચે છેલ્લા ક્વાર્ટરમાં જઇને જોર પકડ્યુ. ચોથા ક્વાર્ટરમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો. પરંતુ અંતે ભારતીય ખેલાડીએ પોતાના ઉત્સાહત સાથે મેચ પોતાના નામે કરી. મેચમાં ભારત માટે 3 ગોલ વરુણ કુમાર, વિવેક અને હરમને કર્યા. ટોક્યો ઓલિમ્પિકમાં હરમન અત્યારે 3 ગોલ કરી ચૂક્યા છે.
ભારત અને અર્જેન્ટીના વચ્ચે પહેલા બે ક્વાર્ટરની રમત રહી ગોલ વગર રહી
આર્જેન્ટીનાને હરાવ્યા બાદ ભારત પોતાના ગ્રુપની ટૉપ 2 ટીમમાં સામેલ: ગ્રુપ સ્ટેજ પર હવે છેલ્લી મેચ જાપાન સાથે 30 જુલાઇએ રમાશે
ભારત અને અર્જેન્ટીના વચ્ચે પહેલા બે ક્વાર્ટરની રમત ગોલ વગરની રહી. વિરોધી ટીમ સામે દબાવ બનાવી રાખ્યો. મેચની 8મી મિનટમાં ભારતીય ખેલાડી સુમિતને ગ્રીન કાર્ડ આપવામાં આવ્યુ. જેના કારણે તેઓ 2 મિનિટ સુધી મુકાબલાથી બહાર રહ્યા. પહેલા બે ક્વાર્ટરમાં 60 ટકા પોઝિશન બોલ પર ભારતની રહી. વધારે સમય મેચ અર્જેન્ટીનાના હાફમાં રમાઇ. ભારતીય ટીમ પહેલા બે ક્વાર્ટરમાં ગોલ ન કરી શકી. ત્રીજા ક્વાર્ટરમાં ભારત 1-0ની લીડ કરવામાં સફળ રહ્યુ. ભારત માટે આ ગોલ વરુણ કુમારે 43મી મિનિટમાં પેનલ્ટી કોર્નરમાં કર્યો. ભારતીય ટીમના આ ગોલ સાથે જ મેચનો ત્રીજો ક્વાર્ટર પૂર્ણ થયો. ચોથા ક્વાર્ટરમાં બંને ટીમે પોતાનુ જોર લગાવ્યુ. મેચની 48મી મિનિટમાં અર્જેન્ટીનાને પેનલ્ટી કોર્નર મળ્યો જેના પર કેસેલાએ ગોલ કર્યો. મેચને બરાબરી પર લાવીને મૂકી દીધી.
અર્જેન્ટીનાની જીત ભારત કરતા વધારે જરુરી હતી. પરંતુ ડિફેંડિંગ ચેમ્પિયન સામે 2 મિનિટના અંદર ગોલ કરીને ભારતે મુકાબલો પોતાના નામે કરી લીધો. ભારત માટે 58મી મિનિટમાં વિવેકે ગોલ કર્યો. જ્યારે 59 મિનિટમાં હરમને ગોલ કર્યો ભારતની જીત નક્કી થઇ ગઇ.