વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માંન ધરાવતા ભારતનું લોકતંત્ર હવે પરિપકવ અને એક જવાબદાર રાષ્ટ્ર તરીકે વૈશ્વિક મંચ પ્રસ્થાપીત થઈ ચુકયુ છે ત્યારે વસુદેવ કુટુંબકમ અને પાડોસી ધર્મની સાથે રાજકીય મુત્સદ્દીગીરી અનેક રાષ્ટ્રો નું આદર્શ પથ્ દર્શક બની રહ્યું છે જોકે પડોશી સાથે સારા સંબંધમાં પાકિસ્તાનને ક્યારેય ભારત સાથે માફક આવ્યું નથી અને ઈર્ષા ભાવથી પીડાતા પાકિસ્તાન ની ભારત વિરોધી માનસિકતા હવે તેને જ ભારે પડી રહી છે,
પાકિસ્તાન લોકતંત્ર આપણાથી એક દિવસ મોટું ગણાય પણ વિકાસની દ્રષ્ટિએ ભારતનું ત્યારે 5 ટ્રિલિયન અમેરિકન ડોલર નું અર્થતંત્ર વિકસાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ત્યારે પાકિસ્તાનને તેની આવકથી સવાસો ગણા કરજના ભારણથી મૂંઝવણ અનુભવી પડે છે, ભારત હંમેશા પોતાના પડોશીઓ સાથે સોહાર્દપૂર્ણ સંબંધોનું હિમાયતી રહ્યું છે,વૈશ્વિક આતંકવાદ સામે સૌ પ્રથમવાર અવાજ ઉઠાવનાર ભારતને હવે સમગ્ર વિશ્વમાંથી આ મુદ્દે સમર્થન મળી રહ્યું છે,
બીજી તરફ પાકિસ્તાન પરોક્ષ રીતે વૈશ્વિક આંતકવાદને પોષનારા દેશ તરીકે ઓળખાઈ ચૂકયો છે પોતાની ભૂમિ પર રહીને દુનિયા આખી માટે માથાનો દુખાવો બનેલ વિશ્વ આંતકવાદ હવે પાકિસ્તાનને પોતાને જ ભારે પડી રહ્યું છે દુનિયામાં પાકિસ્તાન ની આબરૂ ધૂળધાણી થઈ ચૂકી છે પાકિસ્તાનીઓ માટે પાકિસ્તાનના મિત્રો દેશ ગણાતા આખાતના દેશોએ પણ પાકિસ્તાનીઓને જાકારો આપી દીધો છે પાકિસ્તાનીઓની દુનિયાના દેશોમાંથી હકાલપટ્ટી થઈ રહી છે તેવા સંજોગોમાં ભારતની વિશ્વ બંધુત્વની ભાવના અને વસુદેવ કુટુંબકમ નો ધર્મ હવે સમગ્ર વિશ્વ આવકારી રહ્યું છે અફઘાનિસ્તાન તાલિબાનોના સકંજામાં ફસાઈ ચૂક્યો છે ત્યારે તેના રક્ષણ માટે પણ ભારત નો આશરો અનિવાર્ય બન્યો છે,
મોદી બ્રહ્માસ્ત્ર જ અફઘાન ને તાલિબાનો થી બચાવી શકશે બાહ્ય અને પાછલા દરવાજાની રાજકીય કૂટનીતિ માં અત્યારે કશ્મીરના આંતકીઓ અને તાલિબાનસામે ભારત જ સક્ષમ પુરવાર થાય તેમ હોવાથી અફઘાનિસ્તાનને પણ ભારતની મૈત્રી અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ નો આશરો મળી રહેશે કેન્દ્ર સરકારનું મિશન કાશ્મીર હવે પૂર્ણતાને આરે છે દાયકાઓથી મૂળ રૂપે રહેલા કાશ્મીર નો કોયડો પી ઓ કે સર કરીને પૂરો કરવાની તૈયારી અંતિમ ચરણમાં છે તેવા સંજોગોમાં કાશ્મીર ની આંતરિક રાજદ્વારી સંકલન અને સહમતી ની સાથે સાથે બલોચિસ્તાન અફઘાન ના કબીલાઓ અને સરકાર સાથે ભારતનો મૈત્રીપૂર્ણ વ્યવહાર હવે અસલ રંગમાં આવી ગયો છે ત્યારે કાશ્મીરના કોયડાનો ઉકેલ ની સાથે સાથે અફઘાનિસ્તાન માટે પણ મોદીનું બ્રહ્માસ્ત્ર તાલિબાનો સામે સુરક્ષાકવચ બની રહેશે મોદી હે તો મુમકિન હે ઉક્તિ માત્ર ભારત માટે જ નહીં પણ ભારતના પડોશી ઓ માટે પણ સંકટમોચક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય મુત્સદ્દીગીરી નું મહત્વ વધી રહ્યું છે દક્ષિણ એશિયા ના દેશો માટે ભારતની તેની શક્તિ અને રાજદ્વારી પ્રભુત્વ આશીર્વાદરૂપ સાબિત થશે,
ભારત હંમેશા શાંતિ અને વસુદેવ કુટુંબકમ ની ભાવના માં માને છે અત્યાર સુધી વૈશ્વિક આતંકવાદ મુદ્દે પાકિસ્તાન વિશ્વ અને ગેરમાર્ગે દોરતું આવ્યું હતું હવે તે ઉઘાડું પડી ગયું છે અને અફઘાનિસ્તાન જેવા રાષ્ટ્રો માટે ભારત સુરક્ષા કવચની ભૂમિકામાં આવતુ જાય છે 21મી સદીના વિશ્વમાં ભારતની આગેવાની વિશ્વ માટે પથદર્શક બની રહેશે તેવી ભવિષ્યવાણી વૈશ્વિક આંતકવાદ સામેની ભારતની લડાઈમાં હવે વિશ્વના દેશો જે રીતે જોડાઈ રહ્યા છે છે તેનાથી અક્ષરસ સત્ય પૂરવાર થઈ રહ્યુંછે