ભારતનું શેર માર્કેટ હવે વિશ્વનું આઠમાં ક્રમનું સૌથી મોટું બજાર બની ગયું છે, ભારતીય શેર બજારે દાયકામાં પ્રથમ વખત કેનેડાને ઓવરટેક કરી લીધું છે. ભારતીય બજારનું મૂલ્ય 2.29 ટ્રિલિયન ડોલર, જ્યારે કેનેડાના બજારનું મૂલ્ય 2.28 ટ્રિલિયન ડોલરે પહો્ચ્યું છે
મુંબઈના શેરબજારનું કુલ મૂલ્ય 21 જાન્યુઆરી 2008થી ટોરોન્ટો કરતાં પાછળ હતું, આ દિવસે S&P BSE સેન્સેક્સ વૈશ્વિક નાણાકીય કટોકટીની ચિંતાએ ખાબક્યો હતો. તેના પછી સરકારે જોબ ગેરંટેડ પ્લાન રજૂ કરતા, પરોક્ષ વેરા પ્રણાલિને સુગ્રથિત કરતા અને વધુને વધુ ઉદ્યોગોને વિદેશીઓ માટે ખોલતા રોકાણકારોનો મૂડીપ્રવાહ ભારતીય બજારમાં આવતા ભારતીય બજારે 800 અબજ ડોલરનો ઊછાળો નોંધાવ્યો હતો.
હમણા સુધી કેનેડાએ તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું, ફેડરલ રિઝર્વના સ્ટિમ્યુલસ પેકેજના લીધે તેમા મોટી રેલી જોવા મળી હતી. પણ આ વર્ષે જ સ્થિતિ બદલાઈ, કારણ કે સેન્સેક્સ S&P/TSX કોમ્પોઝિટ ઇન્ડેક્સની તુલનાએ છ ગણો વધ્યો છે, ભારતમાં નીતિગત ફેરફારની આશાએ તે આટલો વધ્યો છે.
આ વર્ષે કેનેડામાં ઓઇલના ભાવની વધઘટના લીધે એનર્જી સ્ટોક્સમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો છે અને નવી પાઇપલાઇન ન બંધાતા ચિંતા થઈ છે. ઉદ્યોગે ઇક્વિટી બેન્ચમાર્કમાં 20 ટકાનો જ ફાળો આપ્યો છે.