અમેરિકા-રશિયા તેમજ ચીન જેવા વિકસિત દેશોની તુલનાએ ભારત પહોંચ્યું છે પણ હવે આ દેશોને પણ ટક્કર આપી ભારત આગળ નીકળે તેવું સપનું જલ્દીથી પૂરું થઈ શકે તેમ છે. દેશના સૌથી ધનિક વ્યક્તિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી માને છે કે ભારતના ત્રણ દાયકાના આર્થિક સુધારાના નાગરિકોને મળેલા ફાયદા “અસમાન” રહ્યા છે. પણ સમાનતા લાવવા સૌથી નીચા સ્તરે પણ ભારતીય વિકાસનું મોડેલ” જરૂરી છે.
જો કે, આ સાથે અંબાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2047 સુધીમાં દેશ યુએસ અને ચીનની જેમ વિકસિત બની જશે. અમેરિકાના રાજ્યોની જેમ ભારતના રાજ્યો પણ શક્તિશાળી બની જશે. તેમણે કહ્યું કે 2047માં આપણે આઝાદીનાં સો વર્ષ પૂરા કરીશું. આનાથી મોટું સ્વપ્ન બીજું શું હોઈ શકે કે આ સમય સુધીમાં આપણે ભારતને વિશ્વના ત્રણ સૌથી ધનિક દેશોમાંથી એક બનાવી શકશું. આપણે અમેરિકા અને ચીન બરાબર રહીશું. આ માટે આગળનો રસ્તો સહેલો નથી પરંતુ આપણે રોગચાળા જેવી અસ્થાયી સમસ્યાઓથી ગભરાવાની પણ જરૂર નથી.
સર્વાંગી વિકાસની રાહ કંડારવા યુવાનની મોટી જરૂરિયાત
આર્થિક સુધારા અને સર્વાંગી વિકાસ માટેની રણનીતિમાં ઉલ્લેખ કરતાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું છે કે આ માટે બાળવર્ગ તેમજ યુવાન ઉપર પણ વધુ ભાર મૂકવાની જરૂર છે સર્વાંગી વિકાસની રાહ કંડારવા યુવાધનની મોટી જરૂરિયાત છે. જે સંતોષાવી જોઈએ. યુવાધન થકી વૃધ્ધિની આપણી પાસે મોટી તક છે. અને આપણી પણ આપણી આગામી પેઢી તરફ ફરજ છે કે તેમને સર્વશ્રેષ્ઠ અર્થતંત્રનો લાભ મળે.
આપણી પાસે તક છે અને તે જ સમયે, આપણા બાળકો અને યુવાનો માટે સ્વતંત્ર ભારતના ઇતિહાસના આગામી 30 વર્ષોને શ્રેષ્ઠ વર્ષોમાં ફેરવવાની આપણી જવાબદારી પણ છે. અંબાણીએ કહ્યું કે આ લક્ષ્ય હાંસલ કરવા માટે ભારત આત્મનિર્ભર અને વિશ્વના બાકીના દેશો સાથે સહકાર આપવો જરૂરી છે.