કાંઇક નવુ ઓફર કરવાનો ખ્યાલ, જેનાથી સમાજને નવા પ્રકારની સર્વિસ મળે, નવી પ્રોડ્કટ મળે કે સુવિધા મળે અને કંપની નવા રોજગારની તકો ઉભી કરીને નફો પણ રળે એને ર્સ્ટાટઅપ નામ અપાયું..! એવું નથી કે દરેક સ્ટાર્ટ અપ સફળ થાય જ. પરંતુ નવું સાહસ કરનાર નવા સાહસ માટે નાણા ઉભા કરે અને કારોબારને આગળ વધારે. આ ક્ધસેપ્ટ ભારતમાં રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. આંકડા બોલે છે કે એક વર્ષમાં સ્ટાર્ટ અપ કંપનીઓમાં મુડીરોકાણમાં 200 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
ખાસ કરીને ભારતમાં ડિજીટલ સ્ટાર્ટમાં મોટાપાયે મુડીરોકાણ થઇ રહ્યાં છે. 2019 ના વર્ષમાં દેશમાં 13 અબજ ડોલરનું નવું ઇન્વેસ્ટમેન્ટ થયું હતું, જ્યારે 2020 માં કોવિડ-19 ના લોકડાઉનનાં સમયગાળા વચ્ચે પણ 11.2 અબજ ડોલરનાં નવા મુડીરોકાણ થયા હતા. જ્યારે 2021નાં ડિસેમ્બર મહિના સુધીમાં જ કુલ 34 અબજ ડોલરના મુડીરોકાણ થયા છે. જેમાંથી 32.8 અબજ ડોલર માત્ર ડજીટલ સ્ટાર્ટ અપ કંપનીઓમાં થયા છે. આાંં પણ ઇ-કોમર્સ જાયન્ટ ફ્લિપકાર્ટે જુલાઇ-21 માં 3.6 અબજ ડોલર ઉભા કર્યા તેની તો ગણતરી જ નથી.
પરિવર્તન સંસારનો નિયમ છૈ અને હાલમાં જે રીતે દુનિયા બદલાઇ રહી છે તે જોતા આગામી એક દાયકામાં સમાજ વ્યવસ્થા બદલાઇ શકે છે. ફ્લિપકાર્ટે તો 2018 ના વર્ષથી વોલ માર્ટને એન્ટ્રી આપી છે. મુડીરોકાણ ઉપરાંત નવા સોદાની સંક્યા પણ 2021 માં 1000 નો આંકડો વટાવી ગઇ છે જે 2019 માં અને 2020 માં અનુક્રમે 879 અને 788 હતી.
આ સેક્ટરનાં નિષ્ણાંતો કહે છે કે ભારતીય સ્ટાર્ટ અપ કંપનીઓ માટે હાલનો સમય ગોલ્ડન પિરીયડ છે. કારણ કે આ સેળ્ટરમાં મોટા પાયે રોકાણ થયાં છે. કારણ કે સરકારનું સમર્થન છે, ખાનગી કંપનીઓને પણ રસ પડ્યો છે, કમ્પ્લાયન્સનાં બોજ હળવા છૈ તેથી સ્થાનિક શેર બજારોમાં તેના લિસ્ટીંગ પણ આસાન થઇ ગયા છે. આ તમામ કારણો તો છે જ આ ઉપરાંત એક સૌથી મોટું કારણ છૈ કે હાલમાં સુરક્ષાનાં કારણોસર ભારતે મોટાભાગનાં ચાઇનીઝ ઍપ્સ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. તેનાથી સ્થાનિક કંપનીઓને નવા સાહસ કરવા માટેનાં આઇડિયા મળે છે જે ભારતીય કંપનીઓને ઉજ્જવલ ભવિષ્ય ભણી દોરી જાય છે. હાલમાં એવી સંખ્યાબંધ કંપનીઓ છે જેના ચાઇનીઝ ઍપ સરકારે પ્રતિબંધિત કર્યા હોવાથી તે પાંગળી બની ગઇ છે. અને તેનો લાભ સ્થાનિક કંપનીઓઐ લઇને નવું માર્કેટ ઉભું કરવાનું બીડું ઝડપ્યું છે.
બાકી હોય તો છેલ્લા આશરે પોણા બે વર્ષનામ સમયગાળામાં શ્રેણી બધ્ધ લોકડાઉનનાં કારણે ખરીદી પણ ઓનલાઇન થઇ છે અને કંપનીઓનાં કર્મચારીઓએ પણ વર્ક ફ્રોમ હોમ અપનાવ્યું હોવાથી ઓનલાઇન કારોબાર વધવાની સાથે જ મિટીગો પણ ઓનલાઇન થવા માંડી છે. એકંદરે આવી મિટીંગ તથા વિઝીટ વધારે થઇ જતાં ઇન્ટર નેટનો વપરાશ અનેક ગણો વધ્યો છે.
બેંગલોર સ્થિત બૈજુસ કંપનીએ એકત્રિત કરેલા 1.39 અબજ ડોલર હોય કે પછી ગેમિંગ કંપની ડ્રીમ-11 નાં 84 કરોડ ડોલર હોય કે પછી સ્વીગીનાં 80 કરોડ ડોલર હોય તમામ નાણાં નવા વેન્ચરનાં નામે, આગળ જતાં બહુ મોટો નફો મળવાની આશા સાથે અને મોટી કંપનીઓ દ્વારા કરવામાં આવેલા મુડીરોકાણનો ભાગ છે. પછી આ કંપનીઓ હાલમાં નફો કરે છે કે નુકસાન તે ગૌણ ગણવામાં આવ્યું છે. આ કંપનીઓનાં પ્રમોટરો નવા ક્ધસેપ્ટ સાથે આવ્યા છે કંપનીનો કસ્ટમર બેઝ તૈયાર કર્યો છે, તેની વેલ્યુએશન બનાવી છે. અને પોતાનો સ્ટેક વેચીને અબજો રૂપિયાની કમાણી કરી લીધી છે.
હવે નવા રોકાણકારો આ કસ્ટમે બેઝ પાસેથી વધુ નાણા કેમ કઢાવવા અને કંપનીને નફો કરતી કેમ કરવી તેના ઉપર કામ કરશે. કદાચ લોકોને ઘેર બેઠા ભોજન પીરસીને, માલ વેચીને, નાણા ચુકવીને કે પછી ફિલ્મો કે અન્ય મનોરંજન આપીને..! વિચાર કરો કે જ્યારે 5 ૠ આવશે ત્યારે આ દુનિયામાં નવા કેટલા પરિમાણો જોડાશે અને ડિજીટલ વર્લ્ડ કેટલું તેજ ગતિઐ દોડતું થશે..! બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય ઇકોનોમી ડિજીટલ થઇ રહી છે. જે આપણને પણ ડિજીટલ થવા માટે મજબુર કરશે.