મહાશિયાં દી હટ્ટી ( MDH ) કંપનીના માલિક છે. એમડીએચ કાકા, દાદાજી, મસાલા કિંગ તરીકે પ્રખ્યાત ભારતની સૌથી મોટી મસાલા બ્રાન્ડની કંપની એમડીએચના સ્થાપક મહર્ષિ ધર્મપાલ ગુલાટીનું ૯૮ વર્ષની ઉંમરે નિધન થયું છે . આજે સવારે પાંચ વાગ્યે અને ૩૮ મિનીટ પર તેમણે છેલ્લા શ્વાસ લીધા. પાછળના દિવસોમાં તેમને કોરોના જેવી બીમારીને લડત આપી હતી પરંતુ હૃદય રોગના લીધે તેમનું અવસાન થયું છે.

mdh

ધર્મપાલ ગુલાટીનો જન્મ ૨૭ માર્ચ ૧૯૨૩માં સિયાલકોટ પાકિસ્તાનમાં થયો હતો. પાકિસ્તાનમાં તેના પિતા એક દુકાન ઊભી કરી હતી. ૧૯૪૭ના ભાગલા પછી તેમનો પરિવાર ભારતની રાજધાની દિલ્હીમાં રહેવા માટે આવ્યા. એમડીએચની સ્થાપના તેમના પિતા ચુનીલાલ ગુલાટી દ્વારા કરવામાં આવી હતી. આ કંપનીની સત્તાવાર સ્થાપના ૧૯૫૯માં થઈ હતી. ગુલાટી કીર્તિ નગરમાં જમીન ખરીદીને આ કંપનીની સ્થાપના કરી હતી. હાલના અહેવાલો મુજબ એમડીએચ મસાલા કંપની 50 અલગ અલગ પ્રકારના મસાલાનું ઉત્પાદન કરે છે.

aAgW0zL 700b

આ કંપની દેશભરમાં ૧૫ કારખાના ધરાવે છે અને વિશ્વભરમાં એમડીએચના મસાલાનુ વેચાણ થાય છે. ગુલાટી ને વર્ષ 2017માં તેમને એફએમસીજી ( ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ )ના સીઈઓ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2019માં ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ પદ્મ ભૂષણનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.