તુર્કી અને સીરિયામાં ભૂકંપે તબાહી સર્જી દીધી છે. એટલું જ નહીં હજારો લોકોના મોત પણ નીપજ્યા છે અને મકાનો ધરાશે થઈ ચૂક્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જણાવ્યું હતું કે સિરિયામાં હાલ કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ છે. એમાં પણ ભૂકંપે સીરીયાની સ્થિતિ અત્યંત દયનીય બનાવી દીધી છે. વિશ્વના દરેક દેશોએ તુર્કી અને સીરિયાને મદદ કરવા આગળ આવવું જોઈએ ત્યારે વડા પ્રધાન કાર્યાલય દ્વારા જાહેરાત કરવામાં આવ્યાના કલાકો બાદ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) ના કર્મચારીઓની એક ટીમ ખાસ પ્રશિક્ષિત શ્વાન ટુકડીઓ સાથે તબીબી પુરવઠો, અદ્યતન ડ્રિલિંગ મશીનો અને અન્ય આવશ્યક સાધનો સહિત આવશ્યક સાધનો સાથે આવી પહોંચી હતી.
ભારત સરકાર દ્વારા તુર્કીમાં ફસાયેલા લોકોની મદદ કરવા માટે 4 સ્પેશીયલ ડોગને મોકલવામાં આવ્યા છે. આ સ્પેશીયલ ડોગ જેમનું નામ હની, રેમ્બો, જુલી અને રોમી છે તેઓ તુર્કીમાં ભૂકંપ પીડિતોનો જીવ બચાવશે. આ NDRFના સ્નીફર ડોગ છે તેમને તુર્કીમાં ભૂકંપ પીડિતોને શોધવા માટે તેમને મોકલવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ આ ડોગની ખાસિયત:
આ ખાસ પ્રશિક્ષિત લેબ્રાડોર બ્રીડ ડોગ સ્ક્વોડ છે જે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી દરમિયાન સૂંઘવા અને અન્ય મુખ્ય કૌશલ્યોમાં નિષ્ણાત છે. આ બંને ડોગ્સ 10 થી 12 ફૂટ કાટમાળ નીચે દબાયેલાં લોકોને પણ શોધી શકે છે. ખાસ કરીને આ પ્રકારની સ્થિતિ માટે NDRFએ બંને ડોગને દોઢ વર્ષની ટ્રેનિંગ આપીને તૈયાર કર્યા હતાં. મંગળવારે NDRFની બે અલગ-અલગ ટીમો સાથે તુર્કી જવા માટે ભારતથી રવાના થઈ છે જેમાં આ ડોગનો પણ સમાવેશ થાય છે.
એનડીઆરએફની રચના વર્ષ 2006માં કરવામાં આવી હતી અને જાપાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી ત્યારે વર્ષ 2011માં આંતરરાષ્ટ્રીય ઓપરેશન માટે તેને પ્રથમ વખત જાપાન મોકલવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2014માં ભૂટાનમાં રાહત અભિયાન દરમિયાન NDRFની ટીમો પણ મોકલવામાં આવી હતી. ત્રીજી વખત એનડીઆરએફને વર્ષ 2015માં નેપાળ મોકલવામાં આવી હતી જેથી તે વિદેશી જમીન પર ઓપરેશન હાથ ધરે. હવે તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં ચોથી વખત NDRFને રાહત અને બચાવ કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે.