અમેરિકા, ચીન અને રશિયા બાદ અંતરીક્ષ મહાસત્તામાં ભારત વિશ્વનો ચોથો દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન: અંતરીક્ષમાં ૩૦૦ કિ.મી. સુધી દૂર જઈ માત્ર ૩ મિનિટમાં મિશન “શક્તિ પાર પડાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ ૧૨ વાગ્યાથી લઈ ૧૨:૪૫ સુધીમાં મહત્વની જાહેરાત કરનાર છે. ત્યારથી જ સમગ્ર દેશમાં કુતુહલનો માહોલ સર્જાયો હતો. એક કાંકરે અનેક પક્ષીઓ ઘાયલ કરવા માટે માહિર ગણાતા એવા નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોઈપણ પ્રકારના વાયદા નહીં પરંતુ ભારતીય ડીઆરડીઓના વૈજ્ઞાનિકોની સિધ્ધી અંગેની મહત્વપૂર્ણ જાહેરાત કરી ભારત માટે ઐતિહાસિક સિધ્ધી વિશે માહિતી આપી હતી.
આજરોજ ભારતનો સમાવેશ અંતરીક્ષની મહાસત્તાના ચોથા ક્રમે થયો છે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારતે આ અભૂતપૂર્વ સિધ્ધી હાંસલ કરી છે. અંતરીક્ષમાં વૈજ્ઞાનિકો દ્વારા મિશન શક્તિને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ પરાક્રમ ભારતમાં જ વિકસીત એ સેટેલાઈટ દ્વારા સફળ પૂર્ણ પારવામાં આવ્યું હતું. મિશન શક્તિ એ ખૂજબ મુશ્કેલ ઓપરેશન હતું પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોએ એલઈઓ એટલે કે, લો અર્થ ઓર્બીટમાં લાઈવ સેટેલાઈટને માત્ર લોન્ચની ૩ મીનીટમાં જ તોડી પાડયું હતું. એર સ્ટ્રાઈક બાદ વધુ એક સફળતા ભારતને મળી છે.
અંતરીક્ષ મહાસત્તામાં સ્થાન મેળવવા બદલ સમગ્ર દેશવાસીઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હું ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને ભારતને સિધ્ધી અપાવવા બદલ શુભેચ્છા પાઠવું છું. માત્ર ૩ મીનીટની અંદર અંતરીક્ષમાં ૩૦૦ કિ.મી.દૂર લાઈવ સેટેલાઈટ તોડી નાખવું કોઈ સામાન્ય બાબત નથી. આ જે અંતરીક્ષ જીવનશૈલીનો ભાગ કઈ રીતે બને છે તેનો કદાચ લોકોને ખ્યાલ નથી પરંતુ ખેડૂત, શિક્ષકો, સમાજ, સંસ્કૃતિ અને જીવનના તમામ ક્ષેત્રે ઉપગ્રહો ઉપયોગી બને છે.
આજના સમયમાં સ્પેસ અને સેટેલાઈટ ખૂબજ મહત્વનું છે જો કે ભારત હથિયારો અને હિંસાઓથી હંમેશા દૂર રહેવાના પ્રયાસો કરે છે. ભારતનો પ્રયત્ન કોઈને નુકશાન પહોંચાડવાનો નથી પરંતુ રક્ષાત્મક વલણ અપનાવવાનો છે. આ ઓપરેશન દ્વારા કોઈપણ જાતની આંતરરાષ્ટ્રીય સંધીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જેથી દેશમાં સુરક્ષા અને શાંતિનો માહોલ જળવાઈ રહે પ્રયત્ન શાંતિ જાળવવાનો છે યુદ્ધનો નહીં.આજે ચીન, રશિયા અને અમેરિકા બાદ અંતરીક્ષમાં મહાસત્તા હાંસલ કરનાર ભારત ચોથો દેશ બન્યો છે. ત્યારે મિશન શક્તિ અંતરીક્ષ સ્ટ્રાઈક સમાન છે. સર્જીકલ, એર અને હવે પછીની સ્પેશ સ્ટ્રાઈક માટે પણ ભારત તૈયાર છે.